Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરABVP દ્વારા ITIમાં સફાઇ સેફટી મુદ્દે રજૂઆત

ABVP દ્વારા ITIમાં સફાઇ સેફટી મુદ્દે રજૂઆત

- Advertisement -

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષથી દેશ હિત તથા વિદ્યાર્થી હિત માટે સતત કાર્યરત રહેતું વિદ્યાર્થી સંગઠન છે.

- Advertisement -

એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓની રજુઆત અવારનવાર થતી જોવા મળે છે. ત્યારે શહેરની આઇટીઆઇ ઇન્સ્ટિટયુટમાં સાફ સફાઇ, બાથરૂમ સફાઇ, ફાયર સેફટીના સાધનો, ટાઇલ્સ, રીપેરીંગ પુરતી બેન્ચીસ ન હોવી, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે બાબતો પર વ્યવસ્થા કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. સંસ્થાની તમામ બિલ્ડીંગ તેમજ સંપૂર્ણ કેમ્પસમાં સાફ-સફાઇ કરવામાં આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં અગવડતા થઇ છે. તેમજ તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઇ છે. આઇટીઆઇમાં આવેલ તમામ બાથરૂમ વિદ્યાર્થી માટે ખોલવામાં આવે અને તેની યોગ્ય સફાઇ કરવામાં આવે. ફાયર સેફટીના સાધનોની એકસપાયરી તારીખ પુરી થઇ ગઇ છે. છતાં બદલવામાં આવ્યા નથી જેના લીધે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઇ છે. તેમજ કલાસરૂમમાં પૂરતા પ્રમાણમાં બેન્ચની પણ વ્યવસ્થા નથી. સંસ્થામાં અંદર તૂટી ગયેલી લાદી કે ઉખડી ગઇ છે તો તેને રીપેર કરવામાં આવે અને કેમ્પસની અંદર પીવાના પાણી નથી તેની વ્યવસ્થા કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આઇટીઆઇ ઇન્સ્ટીટયુટ જામનગરના પ્રિન્સીપાલને માંગ કરી છે તેવું એબીવીપીના જામનગરના નગરમંત્રી દિવ્યરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular