Friday, December 5, 2025
Homeખબર સ્પેશીયલઅવિનાશી કાશી.. જ્યાં મૃત્યુ પણ મંગળ છે

અવિનાશી કાશી.. જ્યાં મૃત્યુ પણ મંગળ છે

ભારતની ધાર્મિક અને આધ્યાત્મિકતાની પ્રચંડ તાકાતનું પ્રતિક કાશી વિશ્વનાથ મંદિર

કાશી એટલે ભગવાન શિવની નગરી, અહી ભગવાન શિવનો વાસ છે એટલે કાશીને અવિનાશી પણ કહેવામાં આવે છે. ભારતની ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રાચિનતાનું પ્રતિક સમાન કાશી વિશ્વનાથ મંદિર કાયમ વિદેશી અને વિધર્મીઓની નજરમાં ખટકતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના ખાત્મા માટે અનેક વિધર્મી આક્રમણખોરો દ્વારા બાબા વિશ્વનાથના મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. 1194 થી લઇને 1669 સુધી આક્રમણકારીઓ દ્વારા અનેકવાર હુમલા થયા અને મંદિરને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો મંદિરને મોટી ક્ષતિઓ પહોંચાડવામાં આવી પરંતુ આ તો ભગવાન શિવની કાશી, અવિનાશી કાશી..જેટલીવાર મંદિર તોડાયું તેટલીવાર ફરીથી નિર્માણ પામ્યું એટલું જ નહીં વધુને વધુ ભવ્ય બનતું ગયું.

- Advertisement -

મુગલોના આક્રમણ બાદ 1777 થી 1780 દરમિયાન મહારાણી અહલ્યાબાઈ હોલકરે બાબા વિશ્વનાથના મંદિરનો ર્જીણોધ્ધાર કરાવ્યો હતો. જેના 244 વર્ષ બાદ ફરી એકવાર મંદિરને વધુ ભવ્ય બનાવવામાં આવ્યું છે. જેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી શકાય.

કાશી વિશ્વનાથ મંદિર એ માત્ર મંદિર નહીં પરંતુ ભારતની ધાર્મિક, આધ્યાત્મિક શકિતનું પ્રતિક છે દરેક ભારતીય આ અલૌકિક શકિત સાથે જોડાયેલો છે. કાશીને મોક્ષ નગરી પણ કહેવામાં આવે છે. મંદિરોની નગરી પણ માનવામાં આવે છે. જ્યાં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે.

- Advertisement -

એક સમય હતો જ્યારે વારાણસીમાં માળખાગત સુવિધાઓના વિકાસ અંગે કહેવામાં આવતું હતું કે, આ શહેરનું કંઈ ન થઈ શકે. તેનું કારણ એ હતું કે, ડગલેને પગલે મુશ્કેલી હતી. રસ્તામાં મંદિરો હતાં તો કોઇક જગ્યાએ દબાણ થઈ ગયું હતું. કહેવાય છે કે, અહીંના ઈન્ફ્રાસ્ટ્રકચરની સ્થિતિ મધપુડા જેવી હતી. જેને કોઇ છેડવા માંગતું નહોતું. કાશી વિશ્વનાથ મંદિર પાસે તો એટલું દબાણ હતું કે કયારેક તો ચાલતા જવામાં પણ મુશ્કેલી પડતી હતી. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોર દ્વારા વારાણસીની સ્થિતિ બદલી નાખી છે. 13 ડિસેમ્બરના રોજ પોતાના ડ્રીમ પ્રોજેકટ કાશી વિશ્વનાથ કોરિડોરનું શુભ રેવતી નક્ષત્રમાં ઉદઘાટન કરતાં વારાણસી પ્રત્યેનો તેમનો પ્રેમ ઝળકી ઉઠયો.

2014 માં પ્રથમ વાર વડાપ્રધાન બન્યા ત્યારથી કાશીને દિવ અને ભવ્ય રૂપ આપવાનું તેમનું સ્વપ્ન રહ્યું છે. તેમણે જણાવ્યું ‘શાસ્ત્રોમાં વાંચ્યું છે કે જ્યારે પણ કોઇ શુભ પ્રસંગ હોય ત્યારે તમામ દેવી શકિતઓ બનારસમાં બાબાની પાસે ઉપસ્થિત થઈ જાય છે. કંઈક આવો જ અનુભવ આજે મને બાબાના દરબારમાં આવીને થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, આપણું સમગ્ર ચૈતન્ય બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. જો કે, પોતાની માયાનો વિસ્તાર તો બાબા જ જાણે. જ્યાં સુધી માનવીય દ્રષ્ટિ જાય છે. વિશ્વનાથ ધામનું કામ સમયસર પુરુ થવાની સમગ્ર વિશ્વ જોડાઈ ગયું છે.

- Advertisement -
  • આધુનિક સુવિધાઓથી સજ્જ કોરીડોર

  • કાશી વિશ્વનાથનું મંદિર હવે સીધુ ગંગા સાથે જોડાયેલું છે. ભકતો જલાસેન ઘાટ, મણિકર્ણિકા અને લલિતા ઘાટ પર ગંગામાં સ્નાન કરીને તમે સીધા બાબાના ધામમાં પ્રવેશ કરી શકશો.
  • વિશાળ બાબા ધામના ત્રણ યાત્રી સુવિધા કેન્દ્રોમાં ભકતોને પોતાનો સમાન સલામત રાખવા, બેસવાની અને તમને આરામની સુવિધા મળશે.
  • કળા અને સંસ્કૃતિની નગરી કાશીમાં કલાકારો માટે એક સાંસ્કૃતિક કેન્દ્રની ભેટ મળશે. બે માળની ઈમારત સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે છે.
  • વિશ્વનાથ ધામમાં આવતા શ્રદ્ધાળુઓ માટે યોગ અને ધ્યાન કેન્દ્ર તરીકે વૈદિક કેન્દ્રને સ્થાપિત કરવામાં આવ્યું છે. ધામ ક્ષેત્રમાં બહારથી આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્પિરિચ્યુઅલ બુક સેન્ટર ધાર્મિક પુસ્તકોનું નવું કેન્દ્ર હશે.
  • શ્રદ્ધાળુઓ માટે બાબાની ભોગશાળા પણ બનાવવામાં આવી છે. અહીં એક સાથે 150 શ્રધ્ધાળુ બેસીને બાબા વિશ્ર્વનાથનો પ્રસાદ આરોગી શકશે.
  • સનાતન ધર્મમાં કાશીમાં મોક્ષની માન્યતા છે. વિશ્વનાથ ધામમાં મુમુક્ષુ ભવન બનાવવામાં આવ્યું છે. અહીંથી લગભગ 100 ડગલાં દૂર મહાસ્મશાન મણિકર્ણિકા છે.
  • વિશ્વનાથ ધામમાં પ્રવેશ માટે ચાર વિશાળ દરવાજા બનાવવામાં આવ્યા છે. પહેલાં અહીં સાંકડી ગલીઓ હતી. સલામતી માટે હાઈટેક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
  • વિદેશી-વિધર્મી આક્રમણખોરોના અનેક વિધ્વંશી પ્રયાસો નાકામ રહ્યા

  • કાશી વિશ્વનાથ મંદિર પર વર્ષ 1194 થી લઇને 1669 સુધી અનેકવાર હુમલા થયા. 1777 થી 1780 દરમિયાન મહારાણી અહલ્યાબાઇ હોળકરે શ્રીકાશી વિશ્વનાથ મંદિરનો ર્જીણોધ્ધાર કરાવ્યો હતો.
  • પ્રોજેકેટ માટે 300થી વધુ બિલ્ડિંગ ખરીદવામાં આવી

  • શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું ક્ષેત્રફળ પહેલાં 3000 સ્કવેર ફૂટ હતું. લગભગ રૂા.400 કરોડના ખર્ચે મંદિરની આસપાસ 300 થી વધુ બિલ્ડિંગને ખરીદવામાં આવી. એ પછી પાંચ લાખ સ્કવેર ફુટથી વધુ જમીનમાં આશરે રૂા.400 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું. ધામ માટે ખરીદવામાં આવેલી બિલ્ડિંગને તોડતી વખતે 40 થછી વધુ મંદિરો મળ્યા. આ મંદિરોનું પણ વિશ્વનાથ ધામ પ્રોજેકટ અંતર્ગત નવીનિકરણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular