આવતીકાલ તા.7 ઓકટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ વર્ષે નવરાત્રિ ઉત્સવની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.
જામનગર શહેર અને જિલ્લામાં આશરે 300 જેટલી નાની મોટી ગરબીઓનું આયોજન થાય છે તેમજ ગયા વર્ષે કોરોનાને કારણે નવરાત્રિનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું.જ્યારે આ વર્ષે કોરોના કહેર નહીંવત હોવાથી રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ ઉજવણીમાં મહદઅંશે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ સાથે-સાથે વેકિસનેશન અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન પણ જરૂરી બની ગયું છે. જિલ્લામાં આવતીકાલથી શરૂ થતી નવરાત્રિની તૈયારીઓમાં આયોજકો લાગી ગયા છે અને આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેમજ બાળાઓ દ્વારા થોડાં સમયથી કરાતી પ્રેકટીસ પણ આજે પૂરી થઈ જશે.જો કે, આ વર્ષે નવરાત્રિમાં મેઘરાજા વિક્ષેપ પાડે તેવી શકયતાઓ રહેલી છે અને તંત્ર દ્વારા પણ કોરોનાની ગાઈડલાઈનના ચૂસ્તપાલન સાથે નવરાત્રિની ઉજણવી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.