Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકાધીશના મંદિરે હોળી પર્વે ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ શરૂ

દ્વારકાધીશના મંદિરે હોળી પર્વે ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ શરૂ

- Advertisement -

હોળી ધૂળેટીના પર્વ નજીક આવી રહ્યા છે, ત્યારે ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ ફૂલડોલ ઉત્સવ (હોળી મહોત્સવ) ઉજવવાનું મહત્વ રહેલું છે. સમગ્ર ગુજરાત અને રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશજીના મંદિરે ફૂલડોલ ઉત્સવ મનાવે છે.

- Advertisement -

ત્યારે આગામી તા.18 માર્ચ ને સુક્રવાર ફાગણ વદ 1(એકમ) ના રોજ ફૂલડોલ ઉત્સવ હોવાથી તંત્ર દ્વારા તૈયરીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં તા 17 માર્ચ ને ગુરૂવારના રોજ હોળીનો પર્વ હોવાથી મંગળા આરતી સવારે 6 વાગ્યે કરવામાં આવશે. અને બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવશે. તેમજ સાંજે નિત્યક્રમ મુજબ ખુલ્લું રહેશે.

ફુલડોના ઉત્સવ તા. 18 માર્ચના રોજ ઉજવવામાં આવશે. જેમાં દ્વારકાધીશની મંગળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે. અને બપોરે 1 વાગ્યે મંદિર બંધ કરવામાં આવશે. ફુલડોના ઉત્સવની આરતી બપોરે 1.30 કલાકે કરવામાં આવશે. ત્યારે ભક્તો ફુલડોના ઉત્સવના દર્શન બપોરના 1.30 થી 3.30 કલાક સુધી કરી શકશે. તેમજ બપોરના 3.30 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યાર ફુલડોના ઉત્સવમાં કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સુચના આપવામાં આવી છે. અને ભાવિકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા મંદિર ખુલ્લું રહેવાનો અને બંધ રહેવાનો સમય પણ જાહેર કરવામાં આવ્યો છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular