Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના જામનગર આગમન પૂર્વેની તૈયારીઓ પૂરજોશમાં

વડાપ્રધાનના જામનગર આગમન પૂર્વેની તૈયારીઓ પૂરજોશમાં

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આગામી તા. 10 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન જંગી જાહેર સભા સંબોધવાના હોવાથી તંત્ર દ્વારા દોડધામ શરુ કરી દેવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઇ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાનની સભાને અનુલક્ષીને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પૂર્વે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, મામલતદારો દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. જિલ્લા તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular