Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશના પાંચ શહેરોમાં ડ્રોનથી સામાન પહોંચાડવાની તૈયારી પૂર્ણ

દેશના પાંચ શહેરોમાં ડ્રોનથી સામાન પહોંચાડવાની તૈયારી પૂર્ણ

- Advertisement -

જો તમે સ્વિગી કે ઝોમેટો પરથી ભોજન ઓર્ડર કરો અને થોડા સમય બાદ તમારી બારીએ ડ્રોન ટકોરા મારે તો ચોંકતા નહીં. ટૂંક સમયમાં જ આ વિચાર વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, તમે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પરથી સામાન ઓર્ડર કરશો તો તેને તમારા ઘરે પહોંચાડવા માટે પણ ડ્રોન આવી શકે છે. છેવાડાની જગ્યાઓ સુધી ડ્રોન વડે ડિલિવરી કરવા માટે કંપનીઓ પોતાના તરફથી સંપૂર્ણપણે તૈયારી કરી રહી છે.લાસ્ટ માઈલ ડિલિવરી કંપની Zypp Electricએ ગત સપ્તાહે જણાવ્યું કે, તે ડ્રોન લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

- Advertisement -

અત્યાર સુધી ઈલેક્ટ્રિક વ્હીકલ વડે ડિલિવરી કરી રહેલી કંપનીએ ડ્રોન વડે સામાન પહોંચાડવા માટે TSAW Drones સાથે હાથ મિલાવ્યો છે. કંપની હાલ પહેલા ફેઝમાં માર્કેટમાં 200 ડ્રોન ઉતારવા જઈ રહી છે. આ ડ્રોન હાલ દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં ડિલિવરી કરશે. ઉલ્લેખનિય છે કે, TSAW Drones ડિલિવરી કરવા માટેના ડ્રોન ડેવલપ કરે છે. કંપની પહેલેથી જ અનેક ડ્રોન તૈયાર કરી ચુકી છે જેને ખાસ રીતે ડિલિવરી માટે જ ડેવલપ કરવામાં આવેલા છે. કંપનીની વેબસાઈટ પર ડિલિવરી ડ્રોનના 2 મોડલની જાણકારી આપવામાં આવેલી છે. પહેલું મોડલ Maruthi 2.0 છે જે ઓછા અંતરની ડિલિવરી (40 કિમી રેન્જ) માટે છે. જ્યારે બીજું ડ્રોન Adarnaની ડિલિવરી રેન્જ 110 કિમી સુધીની છે. આ બંને મોડલ 5 કિગ્રા સુધીનું વજન ઉંચકી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular