Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવા તૈયારી

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવા તૈયારી

- Advertisement -

સામાન્ય માણસને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા વિચારી રહી છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં ઓઈલ કંપનીઓનો નફો 75000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી શકે છે. અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર આ પગલું ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે છે.

- Advertisement -

સરકારી ઈંધણ રિટેલર્સે એપ્રિલ 2022 થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે કંપનીઓએ કિંમતની સમીક્ષાનો સંકેત આપ્યો છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઘખઈત) પાસે 10 રૂપિયા પ્રતિ લિટરના નફાનું માર્જિન હોઈ શકે છે, જે હવે ગ્રાહકોને આપી શકાય છે.

સૂત્રોએ સંકેત આપ્યા છે કે ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં જંગી નફો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં 4917 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક સૂત્રએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર માર્કેટિંગ માર્જિનના ઊંચા હોવાને કારણે 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં જોરદાર નફો કર્યો છે અને આ ટ્રેન્ડ ત્રીજા ક્વાર્ટરમાં પણ જોવા મળી શકે છે. આ કારણોસર કંપનીઓ આ મહિનાના અંત સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવા પર વિચાર કરી શકે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5826.96 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. નફામાં આ ઉછાળો ક્રૂડના નીચા ભાવ અને ઊંચા ગ્રોસ રિફાઇનિંગ માર્જિનને કારણે હતો. તે જ સમયે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ.8244 કરોડનો એકીકળત ચોખ્ખો નફો કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular