Sunday, September 8, 2024
Homeરાષ્ટ્રીયગેસ સિલિન્ડર બાદ પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા તૈયારી

ગેસ સિલિન્ડર બાદ પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા તૈયારી

- Advertisement -

કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરમાં રૂા. 200ની રાહત આપ્યા બાદ મોંઘવારીને નિયંત્રણમાં લેવા માટે હવે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા પણ સરકાર તૈયારી કરી રહી છે. જૂલાઇમાં છૂટક મોંઘવારી દરમાં જબ્બર ઉછળા બાદ ભાવ નિયંત્રણમાં લેવા સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહયા છે. ત્યારે મોંઘવારીથી પીડિત લોકોને વધુ રાહત આપવા માટે પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઘટાડવામાં આવે તેવા સંકેતો સાંપડી રહયા છે. જો કે, રાજકીય પંડિતો આ કવાયતને આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીને નજરમાં રાખીને પણ જોઇ રહયા છે.

- Advertisement -

જુલાઈમાં મોંઘવારીના જે આંકડા બહાર આવ્યા હતા તે સરકાર અને સામાન્ય લોકો માટે ડરામણા હતા. આ મહિનામાં રિટેલ મોંઘવારી દર 15 મહિનાની ટોચે પહોંચી ગયો હતો. બીજી તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી. મે 2022થી દેશમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં સરકાર પર પણ ઘણું દબાણ છે. આ દબાણ એટલા માટે પણ વધ્યું છે કારણ કે જે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની સરકાર વાત કરતી હતી તેનું નુકસાન ભરપાઈ થઈ ગયું છે અને તે નફામાં આવી ગઈ છે. આવો અમે તમને તે બે અહેવાલોની સફર પર પણ લઈ જઈએ, જયાંથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સંકેતો મળી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની હિમાયત કરી હતી અને આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થઈ શકે છે તેવો સંકેત આપ્યો હતો. પુરીએ ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે કેન્દ્ર સરકાર રાજય સરકારોને ઈંધણના ભાવ ઘટાડવાના પ્રયાસમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને કિંમતો ઘટાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે 2021 અને 2022માં તેલની કિંમતો પર ટેક્સ ઘટાડીને ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 4 નવેમ્બર, 2021 ના રોજ, કેન્દ્ર સરકારે ટેક્સમાં ઘટાડો કરીને પેટ્રોલ પર પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 5 રૂપિયા પ્રતિ લિટરની રાહત આપી હતી. તે પછી, 22 મે, 2022 ના રોજ, સરકારે ફરીથી ટેક્સ ઘટાડ્યો અને પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરની રાહત આપી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular