ગુજરાત રાજ્યમાં પ્રીપેઇડ ઇલેકટ્રીક મીટરો થોડા સમયમાં હકીકત બની જશે. ગુજરાત દેશમાં સ્માર્ટ મીટરો મુકનાર છઠ્ઠું રાજ્ય બનશે. રાજ્ય સરકારે 60 લાખ સ્માર્ટ મીટરોનો ઓર્ડર મુકયો છે. પહેલા તબક્કામાં આ મીટરો ગાંધીનગરની સરકારી કચેરીઓમાં તથા અન્ય સરકારી કચેરીઓમાં મુકવામાં આવશે તેમ એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું.
આનાથી આ મીટરોની કામગીરી અનેક કાર્યક્ષમતા ચકાસવામાં મદદ મળશે ત્યાર પછી તે ખાનગી સંપત્તિઓમાં લગાવવામાં આવશે. એકવાર આ મીટરોની કામગીરી યોગ્ય જણાશે. પછી તે ડોમેસ્ટીક ગ્રાહકોને ત્યાં પણ લગાવી દેવાશે. મીટરો લગાવવાની કામગીરી તબક્કાવાર કરાશે. શરૂઆતમાં મોટા શહેરોમાં આવા મીટરો લગાવવામાં આવશે.સ્માર્ટ મીટરો વેબ બેઝડ મોનીટરીંગ સીસ્ટમ સાથે જોડવામાં આવશે જેનાથી વપરાશની વ્યાપારીક ખાધ ઘટાડવામાં રેવન્યુ વધારવામાં અને પાવર સેકટર સુધારાના મહત્વના સાધન તરીકે સેવા આપવામાં મદદ મળશે. પ્રીપેઇડ સીસ્ટમ મીટરીંગથી રેવન્યુ કલેકશનની બિનકાર્યક્ષમતામાં ઘટાડો થશે, ક્યાં વિસ્તારમાં ખોટ થઇ રહી છે તેની ઓળખ થશે અને ગ્રાહકોને પોતાની જરૂરીયાત અનુસાર વીજ વપરાશનું આયોજન કરવાની આઝાદી મળશે. આનાથી વીજ કંપનીના ટ્રાન્સમિશન અને ડીસ્ટ્રીબ્યુશન લોસીસ ઘટાડવામાં મદદ મળશે. અધિકારીએ કહ્યું કે, આનાથી ગ્રાહકોને ખોટા વીજ બીલ, બીલ ના હોય ત્યારે ડીસકનેકશન પછી રીકનેકશન ચાર્જીસ વગેરે તકલીફોથી છૂટકારો મળશે.
રાજ્યમાં 60 લાખ સ્માર્ટ વીજ મીટર મૂકવાની તૈયારી
ટી એન્ડ ડી લોસ ઘટાડી શકાશે : મોટા શહેરોથી પ્રારંભ થશે