Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરપાંચ વર્ષ બાદ આવતા વર્ષે વાયબ્રન્ટ સમિટ યોજવા તૈયારી

પાંચ વર્ષ બાદ આવતા વર્ષે વાયબ્રન્ટ સમિટ યોજવા તૈયારી

- Advertisement -

ગુજરાત સરકારની ફલેગશીપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આગામી 11 થી 13 જાન્યુઆરી 2024ના યોજવાની તૈયારીઓ ચાલુ થઇ ગઇ હોવાનું રાજ્ય સરકારના ઉચ્ચસૂત્રોએ જણાવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) છેલ્લે 2019માં યોજાઇ હતી. જેમાં 28360 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા અને તેમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં થયેલ 1 લાખ કરોડના એમઓયુ પણ સામેલ હતા.

- Advertisement -

સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું ‘આ સમિટના આયોજન માટે રાજ્ય સરકારની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. વીજીજીએસ 2024ના આયોજન માટેની ફાઇનલ બ્લુપ્રિન્ટ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા તૈયાર થઇ રહી છે. આ સમિટના પ્રચારની કાર્યવાહી જુલાઇથી શરૂ થઇ શકે છે. રાજ્યના અધિકારીઓ મુખ્ય મેટ્રો સીટીઓ અને રાજ્યોની રાજધાનીના શહેરોમાં રોડ શોનું આયોજન કરશે. કોરોના મહામારી પછી જાન્યુઆરી 2022માં વીજીજીએસનું આયોજન કરાયું હતું. પણ પછી રાજ્યના અધિકારીઓએ છેલ્લી મિનીટે તેને રદ્દ કર્યું હતું. એ સમયે રશીયા અને યુક્રેન વચ્ચે તંગદિલી વધી રહી હતી અને ઓમીક્રોન વેરીયેન્ટના કારણે કોરોનાના કેસો પણ વધી રહ્યા હતા.

જો કે આ વખતે રાજ્ય પ્રશાસને તેના આયોજનની તૈયારીઓ પુરજોશમાં ચાલુ કરી દીધી છે. રાજ્યના ચીફ સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ બે હાઇલેવલ મીટીંગો આ ઇવેન્ટના આયોજન માટે થઇ ગઇ હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મેગા ઇવેન્ટમેન્ટ સમીટની 10મી આવૃત્તિમાં ભાગ લેવા માટે ગલ્ફ દેશો અને આફ્રીકન દેશો ઉપરાંત અમેરિકા, યુકે, જાપાન, જર્મની, નેધરલેન્ડ જેવી બધુ મુખ્ય અર્થવ્યવસ્થાઓનો સંપર્ક કરવામાં આવશે. વીજીજીએસ – 2024ના પ્રચાર માટે રાજ્ય સરકારે રૂપિયા 127 કરોડનું બજેટ ફાળવ્યાનું પણ અધિકારીએ વધુમાં કહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular