અસત્ય પર સત્યના વિજય એવા વિજયા દશમી પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે વિજયા દશમી નિમિત્તે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ રાવણના પુતળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જામનગરમાં સિંધી સમાજ દ્વારા આવતીકાલે વિજયા દશમી પર્વ નિમિત્તે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે દશેરાની ઉજવણી મુળ સ્થાન શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. જેમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ રામાયણના પાત્રો સાથેની રામસવારી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાશે. જેને લઇ સિંધી સમાજ દ્વારા તૈયારી ચાલી રહી છે. રાવણ દહન માટે રાવણના પુતળાનું નિર્માણ કાર્યને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સિંધી સમાજ દ્વારા રાવણ દહન કાર્યક્રમને લઇ અનેરો ઉત્સાહ છવાયો છે. તેમજ સિંધી સમાજના આગેવાનો દ્વારા રાવણ દહનના પુતળાની તૈયારીનું નિરિક્ષણ પણ કર્યું હતું.