પીએમ મોદીની 22મી જાન્યુઆરીએ રામમંદિરે આવવાની સંમતિ મળ્યા બાદ રામમંદિર ટ્રસ્ટે રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 22 જાન્યુઆરીએ યોગ પૂજનને અંતિમ કાળ 12 વાગ્યે દિવસથી શરૂ થાય છે અને 12.45 થી 1 વાગ્યા દરમિયાન રામલીલા ગર્ભગૃહમાં વિધિવત બિરાજમાન થશે. કાશીના વયોવૃદ્ધ આચાર્ય લક્ષ્મીકાંત પ્રાણ પ્રતિષ્ઠા પૂજન કરાવશે, જેના મુખ્ય યજમાન પીએમ મોદી હશે. કાશીમાં જ ચાર પેઢીથી રહેતા દ્રવિડ આચાર્ય ગણેશ્વર શાસ્ત્રીએ શુભ મુર્હુત કાઢયું છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચીવ ચંપતરાયે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આરએસએસના સર સંઘ સંચાલક મોહન ભાગવત, યુપીના ગવર્નર આનંદીબેન પટેલ, સીએમ યોગી આદીત્યનાથ પણ હાજર રહેશે. કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોની યાદી બનાવવામાં આવી છે. ચંપતરાયના જણાવ્યા મુજબ 140 વિભિન્ન પરંપરાઓના ચાર હજાર ધર્મગુરુઓની સાથે લગભગ અઢી હજાર વિશિષ્ટ લોકોને જ પ્રવેશ મળશે, જેમની બેઠક વ્યવસ્થા નકકી થશે. આ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં મળે. સંતો મહંતોએ પણ લગભગ એક કિલોમીટર પગપાળા ચાલવું પડશે. 2500 જેટલા વીઆઈપીઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના સાક્ષી બનશે.