Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનવા શ્રમ કાયદાની તૈયારી : સપ્તાહમાં ચાર દિવસમાં 48 કલાક કામ, ત્રણ...

નવા શ્રમ કાયદાની તૈયારી : સપ્તાહમાં ચાર દિવસમાં 48 કલાક કામ, ત્રણ દિવસની રજા

- Advertisement -

કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા લાગુ કરવા જઈ રહી છે. આ કાયદાઓ આગામી નાણાકીય વર્ષ સુધીમાં લાગુ થવાની સંભાવના છે. આ કાયદો લાગુ થતા જ ટેક-હોમ સેલેરી અને પીએફ સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર થશે. વધુમાં નવા નાણાકીય વર્ષમાં સામાન્ય રીતે દરેક કર્મચારી પગાર વધારાની આશા રાખતા હોય છે. પરંતુ કેન્દ્ર એક જ નિર્ણયથી પગાર વધારા સાથે ટેક-હોમ સેલેરી પર કાતર ચલાવે તેવી સંભાવના છે.

- Advertisement -

કેન્દ્ર સરકાર ચાર શ્રમ કાયદા લાગુ કરવા જઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ સુધીમાં તે લાગુ થવાની સંભાવના છે. આ કાયદા લાગુ થતા જ કર્મચારીઓની ટેક-હોમ સેલેરી અને પીએફ સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર થશે, જેથી તમારો ટેક-હોમ પગાર ઘટી જશે જ્યારે પ્રોવિડન્ટ ફંડમાં વધારો થશે. મજૂરી, સામાજિક સલામતી, ઔદ્યોગિક સંબંધ અને વ્યાવસાયિક સુરક્ષા તથા સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિ પર ચાર મજૂર કાયદાઓને આગામી નાણાકીય વર્ષ સુધીમાં લાગુ કરવાની સંભાવના છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓછામાં ઓછા 13 રાજ્યોએ આ કાયદાના મુસદ્દોના નિયમો તૈયાર કરી લીધા છે.

નવા શ્રમ કાયદામાં અનેક એવી જોગવાઈઓ છે, જેનાથી ઓફિસમાં કામ કરવાથી લઈને પગારદાર વર્ગ, મિલો અને ફેક્ટરીઓમાં કામ કરનારા મજૂરોને સીધી અસર થશે. કર્મચારીઓના પગારથી લઈને રજા અને કામના કલાક પણ બદલાશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે સૂચિત લેબર કોડમાં કહેવાયું છે કે સપ્તાહમાં 48 કલાક કામકાજનો નિયમ લાગુ જ રહેશે. હકીકતમાં કેટલાક યુનિયનોએ 12 કલાક કામ અને 3 દિવસની રજાના નિયમ પર સવાલ ઉઠાવ્યો હતો. આ અંગે સરકારે કહ્યું કે, સપ્તાહમાં 48 કલાક કામનો નિયમ જળવાઈ રહેશે, કોઈ વ્યક્તિ દિવસમાં 8 કલાક કામ કરે તો તેણે સપ્તાહમાં છ દિવસ કામ કરવું પડશે અને એક દિવસની રજા મળશે.

- Advertisement -

કેન્દ્ર સરકારે આ કાયદાઓ હેઠળ નિયમોને અંતિમ રૂપ આપ્યું છે અને હવે રાજ્યોને તેમના તરફથી નિયમો બનાવવાના છે, કારણ કે શ્રમ રાજ્યોનો વિષય છે. કેન્દ્ર સરકારે ફેબુ્રઆરી 2021માં આ કાયદાઓના મુસદ્દાના નિયમોને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા પણ પૂરી કરી લીધી હતી, પરંતુ શ્રમ રાજ્યોનો વિષય હોવાથી કેન્દ્ર ઈચ્છે છે કે રાજ્યો પણ એક સાથે જ આ કાયદા લાગુ કરે.

હકીકતમાં નવા કાયદાથી કર્મચારીઓના બેસિક પગાર અને પીએફની ગણતરીની રીતોમાં નોંધપાત્ર ફેરફાર આવશે. તેનો એક ફાયદો એ પણ છે કે તમારા પીએફ ખાતામાં દર મહિનાનું યોગદાન વધી જશે. નવા શ્રમ કાયદા હેઠળ ભથ્થાને 50 ટકા પર મર્યાદિત રાખવામાં આવશે. તેનો અર્થ એ છે કે કર્મચારીઓના કુલ પગારના 50 ટકા બેસિક પગાર હશે. પીએફની ગણતરી બેસિક પગારના ટકાના આધારે કરવામાં આવે છે, તેમાં બેસિક પગાર અને મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular