Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ચોમાસા પહેલા પ્રિમોન્સુનની કામગીરીનો પ્રાંરભ... - VIDEO

જામનગરમાં ચોમાસા પહેલા પ્રિમોન્સુનની કામગીરીનો પ્રાંરભ… – VIDEO

પ્રિ-મોન્સુન સફાઈ કામગીરી: 9 ઝોનમાં વિભાજિત કરીને દરેક ઝોન માટે અલગ ટીમો દ્વારા કાર્યવાહી

ચોમાસાની સીઝનને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોસમ દરમિયાન વરસાદી પાણીનું યોગ્ય નિર્મલ સંગ્રહ અને જાવક સુનિશ્ચિત થાય એ હેતુથી પાલિકા તંત્ર દ્વારા 48 લાખ રૂપિયાનું વિશિષ્ટ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ટીમો મુખ્યત્વે નદીઓ, નાલા, ડ્રેનેજ લાઈનો અને રોડસાઈડ ગટર જેવી જગ્યાઓ પર સફાઈ કામગીરી કરશે. ખાસ કરીને આવા સ્થળોએ વરસાદી પાણી જમવાનું જોખમ રહે છે જેને ધ્યાનમાં રાખી કામગીરી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

આ કામગીરી અંતર્ગત નાલાની અંદર જમેલો કાદવ, પ્લાસ્ટિકનો કચરો, પથ્થરો તથા અન્ય અવરોધક તત્વો દૂર કરવામાં આવશે. સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટેના પુરાતા પોઈન્ટ્સ, જૂની ડ્રેનેજ લાઈનો અને સીલ ભરાયેલા મેનહોલ્સની પણ સફાઈ હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાના તંત્રના જણાવ્યા અનુસાર, અગાઉના વર્ષોમાં થોડા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેને ધ્યાનમાં રાખી આ વખતે વિશેષ ફોકસ વોર્ડ નં. 1, 4, 6, અને 9 જેવા હાઈ રિસ્ક વિસ્તાર પર રાખવામાં આવ્યો છે. શહેરના નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનું પ્લાસ્ટિક કચરું ખુલ્લામાં નાં ફેંકે અને મહાનગરપાલિકા સાથે સહકાર આપે. આ કામગીરી અંતર્ગત એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે, જ્યાંથી લોકો પોતાના વિસ્તારની સમસ્યા અંગે તંત્રને જાણકરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular