જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. દર વર્ષ કરતા આ વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીનો વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે જામ્યુકો દ્વારા જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ થતા વરસાદી પાણી લાવતી કેનાલની સફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. 40 કિ.મી. ની કેનાલને 11 ભાગમાં વહેંચવામાં આવી છે અંદાજીત 50 લાખના ખર્ચે કેનાલની સફાઈન સાથે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવશે આ કામગીરી 31 મે સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું પણ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે જામ્યુકો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે આમ છતાં અનેકવખત જામ્યુકોની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી જતી જોવા મળતી હોય છે. ત્યારે આ વર્ષે જામનગર દ્વારા વહેલીતકે પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કેવી કામગીરી રહેશે છે ? તે આગામી ચોમાસાના સમયમાં જ જોવું રહ્યું.