જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાના પ્રારંભ પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલો અને નાલા તથા પૂલિયાઓની સફાઈ કામગીરી કરવામાં આવે છે. જામનગર મહાપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત કેનાલ સફાઈઓની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલો અને નાલા તથા પુલિયાઓની સફાઈ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા લાખોટા તળાવ ફીડીંગ કેનાલ અને આઉટ ફલોવીંગ કેનાલ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે કેનાલો અને નાલા તથા પૂલિયાઓમાં ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આશરે 38 કિ.મી. લાંબી કેનાલોને 11 ભાગોમાં વિભાજિત કરી રૂા.58 લાખના ખર્ચે સફાઈ કરવામાં આવશે તેમજ હાલ ત્રણ ભાગોમાં આ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તમામ 11 ભાગોમાં એકી સાથે જેસીબી તથા ટે્રકટરો અને મેઈન પાવર મારફત આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ કામગીરી એક માસમાં પૂર્ણ થઈ જાય તેવી સૂચનાઓ મ્યુનિસીપલ કમિશનર વિજય ખરાડી દ્વારા આપવામાં આવી હતી.