Sunday, December 22, 2024
Homeરાજ્યરાજયમાં આખરે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ

રાજયમાં આખરે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ

અમરેલી-ભાવનગર જિલ્લામાં ખાબકયો ભારે પવન સાથે વરસાદ : ચોમાસા પહેલાં જ શેત્રુંજી બે કાંઠે

- Advertisement -

રાજયમાં આખરે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા, લાઠી, દામનગર, જેસર, વગેરે વિસ્તારોમાં બપોરબાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકયો છે. આ સાથે જ ચોમાસાના આગમનની છડી પોકારાઇ ગઇ છે. સાવરકુંડલા તાલુકામાં કરા સાથે વરસાદ ખાબકયો છે. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતાં. જયારે શેત્રુંજી નદીમાં ચોમાસા પહેલાં જ પુર આવ્યું હતું. નદી બે કાંઠે વહેવા લાગતા લોકો ખુશ-ખુશાલ થઇ ઉઠયા હતાં. ભારે પવન અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને પણ અસહ્ય ઉકળાટ માંથી રાહત મળી હતી. તાપમાનમાં એક સાથે ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો.

- Advertisement -

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે કરા પડયા હતાં. જયારે લાઠી શહેરમાં વિજળીના કડાકા ભડાકા સાથે અષાઢી માહોલ છવાઇ ગયો હતો. સાવરકુંડલામાં પોણા બે ઇંચ તો લાઠીમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજયમાં આજથી ચોમાસા પહેલાંની ગતિવિધીનું પ્રારંભ થઇ ચુકયો છે. આગામી 10 જુન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular