Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરદેરાવાસી જૈન સંઘના તપસ્વીઓના પારણા

દેરાવાસી જૈન સંઘના તપસ્વીઓના પારણા

દેરાવાસી જૈનોના પવિત્ર તહેવાર પર્યૂષણ પર્વની ગઇકાલે સાંજે સવંત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ ‘મિચ્છામી દુક્કડમ્’ કર્યા હતાં. બાદમાં આજે વિશાશ્રી માળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા ભાઇઓ-બહેનો-બાળકોએ કરેલ તપશ્ચર્યાના પારણા આજે ગ્રેઇન માર્કેટમાં આવેલ અમૃત વાડીમાં સવારે 8 વાગ્યે યોજાયા હતાં.

- Advertisement -

જેમાં 64 પોહરી પોલા કરનાર 18, 30 ઉપવાસ કરનાર 1, 16 ઉપવાસ કરનાર 5, 11 ઉપવાસ કરનાર 4, 9 ઉપવાસ કરનાર 13, 8 ઉપવાસ કરનાર 30, 6 ઉપવાસ કરનાર 3, 5 ઉપવાસ કરનાર 2 અને 3 ઉપવાસ કરનાર 76 લોકોને વનેચંદ ટોકરશીભાઇ વોરા પરિવાર (મોટી ભલસાણવાળા) તેમજ હેમતલાલ રવજીભાઇ મહેતા પરિવાર દ્વારા પારણાનો લાભ લીધેલ હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular