આણદાબાવા સેવા સંસ્થા જામનગર દ્વારા મહંત દેવપ્રસાદજી મહારાજના જન્મદિન (અષાઢી બિજ) નિમિત્તે આજરોજ મહાસિધ્ધ આણદાબાવાજીના સમાધિ સ્થાનના જિર્ણોધ્ધાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ચરણ પાદુકા પૂજન પણ યોજાયો હતો.
જામનગર શહેરમાં આણદાબાવા ચકલા પાસે આવેલ સમાધિ મંદિર ખાતે મહાસિધ્ધ આણદાબાવાજી મહારાજની જીવંત સમાધિને 250 વર્ષ થઇ રહ્યાં છે. ત્યારે પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજ, સંતો તથા સંસ્થાના આત્મિય સેવકોના હસ્તે નૂતન સમાધિ સ્થાનમાં દાદાની મૂર્તિ, પ્રાણ પ્રતિષ્ઠા તથા પાદુકા સ્થાપન અને ચરણ પાદુકા પૂજનમાં ધર્મપ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી.