દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુુકાના મોટા આસોટા ગામે સમસ્ત મોટા આસોટા ગ્રામજનો દ્વારા આલબાઇ માતાજીના નવનિયુકત મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.5 થી 7 મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
જેમાં તા.5 ના રોજ ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, અગ્નિ-સ્થાપના, ગૃહશાંતિ સહિતના કાર્યક્રમો તા.6 ના રોજ સ્થાપિત દેવોનું પૂજન, વાસ્તુ-પૂજન, જલયાત્રા, નગરયાત્રા સહિતના કાર્યક્રમો તેમજ તા.7 ના રોજ નીજ મંદિરોમાં દેવોની પ્રાણ-પ્રતિષ્ઠિા, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ તા.6 ના રોજ રાત્રે 10 વાગ્યે દેવરાજભાઇ ગઢવી, રામભાઈ ગઢવી, અભયદાન ગઢવી તથા રામદેવભાઈ સંધીયાના લોકડાયરા-સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખજુરિયા તેમજ જુવાનગઢ ની પ્રખ્યાત રાસ મંડળી તા.7 ના રોજ કાનગોપી રાસ રજૂ કરશે. આથી સર્વે ભાવિકભકતોને આ ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા પૂજારી પવનગીરી બાપુ દ્વારા અનુરોધ કરાયો છે.