ગુજરાત માટે કોરોના વાયરસની બીજી લહેર ઘણી ઘાતક નિવડી છે. રાજ્યમાં અત્યારે સ્થિતિ થોડી સારી છે અને કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પરતું એપ્રિલ મહનામાં સમય એવો હતો કે જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. લોકોએ સારવાર માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. ત્યારે અત્યારે કેસો ઘટતા પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. પરંતુ કોરોનામાં મોતનો આંકડો સરકાર છુપાવે છે આ અહેવાલો વચ્ચે આજે રોજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે સરકાર મોતના આંકડા છુપાવી રહી છે તે વાટ તદ્દન ખોટી છે.
એક સરકારી વિભાગે આપેલા આંકડામાં કોરોનાથી થતાં મોત અને સરકારી આંકડાને વચ્ચે ભારે મતભેદો સર્જાયા છે. સરકારના આંકડા પ્રમાણે છેલ્લા 71 દિવસની અંદર રાજ્યમાં કોરોનાના કારણે 4218 લોકોના મોત થયા છે. જ્યારે આ 71 દિવસની અંદર સરકારી વિભાગ દ્વારા 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.ત્યારે આજે રોજ આ અહેવાલ અંગે પ્રદીપસિંહે જણાવ્યું છે કે સરકાર SOP પ્રમાણે આંકડા જાહેર કરે છે. પોસ્ટ કોવીડ ડેથને કોવીડ ડેથમાં સમાવેશ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. પરંતુ ઇસ્યુ થયેલ ડેથ સર્ટિફિકેટ અને મૃતકઆંક વચ્ચે તફાવત હોઈ શકે છે. પરંતુ સરકાર મોતના આંકડાઓ છુપાવે છે તે વાટ ખોટી છે. તેમ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે.
ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડાની સરખામણી કરીએ તો તેનો કોઇ મેળ થતો નથી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 33 જિલ્લામાં અને 8 નગરપાલિકામાં દ્વારા ફક્ત 71 દિવસમાં અત્યાર સુધીમાં 1,23,026 ડેથ સર્ટિફિકેટ આપ્યા છે.