Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ...

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

રૂ.6.54કરોડના ખર્ચે ઘાંચી કોલોની લાલપુર રોડ ખાતેના 96 આવાસોના લોકાર્પણ અને રૂ.50.78 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ટાઉન પ્લાનિંગ સ્કીમ નં-1 ના 544 આવસોનું ખાતમુહૂર્ત કરાયું : “ઘરનું ઘર દરેક લોકોનું સ્વપ્ન હોય છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દરેકનું સપનું પૂર્ણ કરી રહ્યા છે” : મેયર  બીનાબેન કોઠારી : ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોની સુવાસ સમગ્ર દેશમાં પ્રસરી : ધારાસભ્યઆર. સી. ફળદુ

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં-1 ફાઇનલ પ્લોટ નં.63માં ઇડબલ્યુએસ-2 પ્રકારના રૂ.50.78 કરોડના ખર્ચે 544 આવાસોનું ઇ-ખાતમુહૂર્ત તથા રેવન્યુ સર્વે નં.-1255 ઘાંચી કોલોની લાલપુર રોડ ખાતેના ઇડબ્લ્યુએસ-1 પ્રકારના રૂ.6.54 કરોડના ખર્ચે 96 આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સ્ટેજ પરથી 10 લાભાર્થીઓને ચાવી વિતરણ, 15 લાભાર્થીઓને મહાનગર પાલિકાના પ્રમાણપત્ર વિતરણ અને 15 લાભાર્થીઓને જાડા કચેરીના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર  બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, ઘરનું ઘર દરેક લોકોનું સ્વપ્ન હોય છે અને વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદી દરેક લોકોનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે. લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે અને લોકોનું જીવનધોરણ ઊંચું આવે તે સરકારની પ્રાથમિકતા છે. સાંસદ, ધારાસભ્યઓ અને નગરસેવકો લોકોની વચ્ચે રહીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. અને જામનગરનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક ઘર વિહોણા લોકોને પોતાનું ઘર મળ્યું છે.

- Advertisement -

આ પ્રસંગે ધારાસભ્ય આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ” આ સૂત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રજા કલ્યાણના કાર્યો થકી સિદ્ધ કરી બતાવ્યું છે. આજે ગુજરાતનાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રનો માનવી આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં થયેલા વિકાસકાર્યોની સુવાસ સમગ્ર દેશમાં પ્રસરી છે. અને ગુજરાત રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. સરકારે લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના હરહંમેશ પ્રયાસો કર્યા છે. ધારાસભ્યએ આ કાર્યક્રમમાં “પ્યારાવતન” ગીત ગાઈને દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમનીષભાઈ કટારીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ નાયબ કમિશનર વસ્તાણીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી  વસૂબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, જિલ્લા ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ, ડેપ્યુટી મેયરતપનભાઈ પરમાર, મહાનગર પાલિકાના કમિશ્નર વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, વિરોધપક્ષના નેતા આનંદભાઈ રાઠોડ, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટૂ, નોડલ ઓફિસર એ.એચ.એમ ગૌતમભાઈ બાંભણીયા, પૂર્વ ભાજપ પ્રમુખહસમુખભાઇ હિંડોચા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, જાડાના સીઇઓ મનીષાબેન, કાર્યપાલક અને નાયબ ઇજનેરઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular