આગામી ગુરૂનાનકજીની 554મી જન્મ જયંતિ નિમિત્તે જામનગરમાં આવેલ ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે શહેરમાં ચાર દિવસ પ્રભાતફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જામનગર શહેરમાં ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરુપે ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 22થી 25 નવેમ્બર ચાર દિવસ પ્રભાતફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રભાતફેરી સવારે 5:45 વાગ્યે ગુરુદ્વારા ખાતેથી શરુ થઇ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ગુરુદ્વારા ખાતે પૂર્ણ થઇ હતી.