Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પીજીવીસીએલની ટીમો દ્વારા વીજચેકીંગ

જામનગર શહેરમાં પીજીવીસીએલની ટીમો દ્વારા વીજચેકીંગ

ગુલાબનગર -નાગેશ્વર સહિતના વિસ્તારો 29 ટુકડીઓ દ્વારા ચેકીંગ : પોલીસ બંદોબસ્ત

જામનગર શહેરમાં આજે ફરીથી વીજતંત્ર દ્વારા ગુલાબનગર, નાગેશ્વર, રાજપાર્ક, સહિતના વિસ્તારોમાં 29 જેટલી વીજ ચેકીંગ ટુકડીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીડિયો ગ્રાફરો સાથે કાર્યવાહી હાથ ધરાતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ સંદર્ભેે દરબારગઢ અને પટેલ કોલોની તથા સીટી-1 સબ ડિવિઝનના વિસ્તારોમાં 29 ટુકડીઓ એ ત્રણ લોકલ પોલીસ, 11 એસ.આર.પી.ના જવાનો અને બે વીડિયોગ્રાફરના બંદોબસ્ત સાથે શહેરના ગુલાબ નગર વિસ્તાર, નાગેશ્વર વિસ્તાર, રાજ પાર્ક સોસાયટી, રવિ પાર્ક સોસાયટી, બેડેશ્વર વિસ્તાર, બેડી બંદર રોડ સહિતના એરિયાને ધમરોળવામાં આવ્યા છે, અને વ્યાપક પ્રમાણમાં વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular