Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયનવા સિક્યોરીટી ફિચર્સવાળા ચૂંટણી કાર્ડની પોસ્ટ દ્વારા વિતરણ કામગીરી

નવા સિક્યોરીટી ફિચર્સવાળા ચૂંટણી કાર્ડની પોસ્ટ દ્વારા વિતરણ કામગીરી

મતદારયાદી સુધારણા બાદ મંજૂર થયેલ 43,438 ચૂંટણી કાર્ડ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ દ્વારા પોસ્ટ વિભાગને સુપરત કરાયા

- Advertisement -

ભારતના ચૂંટણી પંચ, ન્યુદિલ્હી તથા મુખ્ય નિર્વાચન અઘિકારી, ગુજરાત રાજય દ્વારા થઈ આવેલ સૂચનાનુસાર મતદારોના ચૂંટણી કાર્ડના જુના પીવીસી કાર્ડની જગ્યાએ નવા સિકયોરીટી ફીચર્સવાળા ચૂંટણી કાર્ડની ડિઝાઈન નકકી કરવામાં આવેલ છે. જે અન્વયે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 (ખાસ ઝુંબેશના રવિવાર સહિત) તા.12/9/2022થી તા.14/10/2022 દરમ્યાન મતદારયાદી સુધારણાના મળેલ તથા મંજૂર થયેલ તમામ ફોર્મ્સ માટેના કુલ-43,438 ચૂંટણી કાર્ડ સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા પોસ્ટ વિભાગને સુપરત કરવામાં આવેલ છે. ઉકત તમામ ચૂંટણી કાર્ડ સંબંધિત અરજદારને પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ મારફત ઘર બેઠાં મળી રહેશે. જેની જામનગર જિલ્લાના તમામ મતદારોએ નોંધ લેવી.

- Advertisement -

વઘુમાં મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા આપ Voter Helpline Moblie App થી www.nvsp.in તથાwww.voterportal.eci.gov.in વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજયની ઓફીસીયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ પરથી આપ મતદારયાદીમાં આપનું નામ તથા વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદારયાદી લગત અન્ય તમામ વિગતો જાણી શકો છો. મતદારયાદી લગત અન્ય કોઈ સમસ્યા માટે આપ ટોલ ફ્રી નંબર 1950 ઉપર પણ સંપર્ક કરી શકો છો. ચૂંટણી કાર્ડ તેમજ મતદારયાદીને લગત તમામ માહિતીની નિયમિત જાણકારી મેળવવા આપ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગરના ફેસબુક પેજ, ટવિટર એકાઉન્ટ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (DeoJamnagar)ને પણ ફોલો કરવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular