પોરબંદરથી મુંબઇ જતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટે્રન કે જે કોરના કાળ સમયગાળામાં સ્પેશિયલ ટે્રન તરીકે થઈ હતી. જેને વાંસજાળિયા ખાતે સ્ટોપ આપવામાં આવેલ નહીં જે અંગે વાંસજાળિયા ખાતે સ્ટોપ આપવામાં આવેલ નહીં જે અંગે વાંસજાળિયા ગામની આજુબાજુ 15 થી 17 ગામોના લોકો ખરીદી માટે અવર- જવર કરતા હોય તેમજ જામનગર-રાજકોટ-અમદાવાદ હોસ્પિટલમાં સારવારમાં જવા માટે અનુકૂળ ટે્રન હોય આ ટે્રનને વાંસજાળિયા ખાતે સ્ટોપ આપવા માટે સંસદ સભ્ય પૂનમબેન માડમ એ જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે, મુંબઇને ભારપૂર્વક રજૂઆત કર્તા આ ટે્રનનો વાંસજાળિયા ખાતે સ્ટોપ તા.17 નવેમ્બરથી મંજૂર કરવામાં આવી હોવાની જાણ રેલવે સતાવાળાઓ દ્વારા કરવામાં આવી છે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી વાંસજાળિયા ખાતે સૌરાષ્ટ્ર એકસપ્રેસને સ્ટોપ આપવામાં આવતા વાંસજાળિયા તથા આજુબાજુના ગામોના લોકોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.