દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એસ.ઓ.જી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે પોરબંદર તાલુકાના એક યુવાન અને ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના કોન્સ્ટેબલ નિલેશભાઈ કારેણા તથા ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીક વર્તુ-2 ડેમ તરફથી જઈ રહેલા પોરબંદર તાલુકાના સીમર ગામની સીમ વિસ્તારમાં રહેતા રામદે લાખાભાઈ સીદા નામના 30 વર્ષના એક યુવાનના કબજામાંથી પોલીસે રૂપિયા 150pની કિંમતની પાસ પરવાના વગરની જામગરી બંદૂક (અગ્નિશસ્ત્ર) કબજે કરી, તેની સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી, ભાણવડ પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરા, હરદેવસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નિલેશભાઈ કારેણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
ભાણવડ પંથકમાં ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે પોરબંદરનો શખ્સ ઝડપાયો
એસઓજી પોલીસે ડેમ વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો