Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયOTT પર લોકપ્રિય ‘મસાલો’ પિરસાતો રહેશે

OTT પર લોકપ્રિય ‘મસાલો’ પિરસાતો રહેશે

સરકાર પ્રતિબંધોની નહીં, સ્વ-નિયમનની તરફેણમાં : સરકાર

- Advertisement -

સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મની ગાઈડલાઈન પર કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે તમામ સ્ટેકહોલ્ડરને એક સમાન અધિકાર આપવા માંગીએ છીએ. એક સમાચાર ગ્રુપના ડાયરેક્ટર સાથે ખાસ વાતચીતમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ફિલ્મ અને ટીવી માટે રેગ્યુલેશન બોડી છે તો ઓટીટી માટે કેમ ન બની શકે.

- Advertisement -

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે ઓટીટી પ્લેટફોર્મ માટે સેન્સર સર્ટિફીકેટ ફરજીયાત નથી કર્યુ,અમે તો સેલ્ફ રેગ્યુલેશનની વાત કરી રહ્યા છીએ, ઓટીટી પ્લેટફોર્મે જાતે જ જણાવવાનું રહેશે કે ફિલ્મ કઈ કેટેગરીની છે, સાથે જ તેમણે જણાવવાનું છે કે અ કેટેગરીના કન્ટેન્ટ માટે શું પેરેન્ટલ કંટ્રોલ છે અને કોઈ પણ વસ્તુનો ખોટો ઉપયોગ ન થાય.

જાવડેકરે કહ્યું કે, OTT પ્લેટફોર્મે પોતાની કન્ટેન્ટ જાતે જ કેટેગરાઈઝ કરવાની રહેશે. તેના માટે તેના કન્ટેન્ટ માટે સ્પષ્ટ રીતે જાહેરાત કરવાની રહેશે કે કઈ કન્ટેન્ટ u(યુનિવર્સલ),U/A 7+ (વર્ષ),U/A 13+, U/A 16+ છે અને કઈ ક્ધટેન્ટ અ (વયસ્ક માટે) છે.

- Advertisement -

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, થિયેટરમાં તમે બાળકોને એડલ્ટ ફિલ્મ જોતા અટકાવી શકો છો, એ જ રીતે ઓટીટી પ્લેટફોર્મની વ્યવસ્થા કરવી પડશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આવતી કાલે અમે જેવી જ ગાઈડલાઈનની જાહેરાત કરી, દેશે જ નહીં દુનિયાભરમાંથી અમને શુભેચ્છા સંદેશ મળવા લાગ્યા, લોકો આની પ્રશંસા કરી રહ્યાં છે.

સરકારની ટિકા કરતા કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવવાના પ્રશ્ર્ન અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે,અમે સેન્સર નથી લગાવી રહ્યાં, બસ તેમની પાસેથી માહિતી માંગી રહ્યા છીએ. અમે તો કહી રહ્યાં છીએ કે OTT સેલ્ફ રેગ્યુલેશન બોડી, જેવી ટીવી ચેનલોએ રિટાયર્ડ જસ્ટિસના નેતૃત્વમાં 6 સભ્યોની કમિટી બનાવી છે.

- Advertisement -

જાવડેકરે એ આરોપને પણ ફગાવ્યો કે સરકારે નવા નિયમોની જાહેરાત પહેલા સ્ટેકહોલ્ડર્સ સાથે વાત નથી કરી. તેમણે કહ્યું કે, જાહેરાત પહેલા મુંબઈમાં સ્ટેકહોલ્ડર્સ સાથે લાંબી ચર્ચા થઈ હતી.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે કોઈ કાયદામાં ફેરફાર નથી કર્યો, અમારી પાસે પહેલા જ શક્તિઓ છે કે OTT પ્લેટફોર્મ માટે ગાઈડલાઈન જાહેર કરી શકીએ, અમે ઓટીટી પ્લેટફોર્મ પાસેથી સલાહ સૂચન લીધા પછી ગાઈડલાઈન બનાવી છે.અમે પહેલા આ ઓટીટી પ્લેફોર્મને કહ્યું હતું કે, તમે સેલ્ફ રેગ્યુલેશન બનાવો, પણ તેમણે ન કર્યું.

ડિઝીટલ મીડિયા પોર્ટલ અને પ્લેટફોર્મ પર કેન્દ્રીય મંત્રી જાવડેકરે કહ્યું કે,અમારી પાસે આંકડો જ નથી કે આ કેટલા છે, એટલા માટે અમે કહ્યું કે, તમે લોકો તમારી માહિતી સબમિટ કરી દો, અમે બોલવાના અધિકાર પર પ્રતિબંધ નથી લગાવી રહ્યાં, આપણી પાસે અધિકાર છે,પણ અમે લોકોને સેલ્ફ રેગ્યુલેટ કરવા માટે કહી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, મેં એક ઓટીટી શોમાં જોયું કે, કેરેક્ટર ગાળો બોલી રહ્યો હતો, તેણે એક પાંચ વર્ષની દીકરીને પણ ગાળો બોલી, જો આ ઓટીટી પ્લોટફોર્મનું કન્ટેન્ટ છે તો આને ફિક્સ કરવાનું રહેશે, અમે સેન્સર નથી કરી રહ્યા પણ ઓટીટી પ્લેટફોર્મને ટીવી ચેનલોના એથિક્સ ફોલો કરવા પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular