Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરગરીબોનું ફ્રીજ, માટલા

ગરીબોનું ફ્રીજ, માટલા

- Advertisement -

ગરમીની સિઝન આવતા જ માટલાનું મહત્ત્વ વધી જાય છે. તેનું પાણી પીવામાં જેટલું ઠંડું હોય છે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. આજે આરઓ અને ફ્રિજના પાણીની જગ્યાએ લોકો માટલાનું પાણી પીવાનું વધારે પસંદ કરે છે.

- Advertisement -

આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠમાં પ્રોફેસર અચ્યુત ત્રિપાઠીના અનુસાર, ફ્રિજના પાણીમાં એક પ્રકારનો ગેસ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તે ગેસ ફ્રિજમાં રાખવામાં આવેલા સફેદ પદાર્થોને વધુ નુકસાન કરે છે, તેની અસરથી અલ્કલાઈટ્સ નાશ પામે છે. ફ્રિજનું પાણી પીવાથી તરસ પણ નથી છીપાતી. ફિલ્ટર્ડ વોટરથી માટલામાં નેચરલ ઓક્સિજન ફિલ્ટર થઈ જાય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક થઈ જાય છે.

- Advertisement -

માટલાનું પાણી કેવી રીતે ઠંડું થાય છે?

માટલામાં પાણી ઠંડું થવાની એ જ પ્રક્રિયા છે જે રીતે ત્વચામાંથી પરસેવો સૂકવવાની છે. તેને એવી રીતે પણ સમજી શકાય છે કે જ્યારે ગરમીમાં તમને પરસેવો થાય છે તો પરસેવો થયા પછી સ્કિન ઠંડક મહેસૂસ કરે છે. આ રીતે ઘડામાં પાણી ભર્યા પછી તેના સૂક્ષ્મ છિદ્રોમાંથી હવા પસાર થતી રહે છે જેનાથી પાણી ઠંડું રહે છે. જેટલી વધારે હવા ઘડામાંથી પસાર થશે, એટલું વધારે પાણી પણ ઠંડું થશે.

- Advertisement -

ઉનાળામાં માટલાનું પાણી પીવું કેમ જરૂરી છે ?

આયુષ મંત્રાલયની રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના પ્રોફેસર અચ્યુત ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, માટલાનું પાણી પીવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યા થતી નથી, જ્યારે ફ્રિજનું પાણી પીવાથી ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય છે અને માટલાનું પાણી શરીરને સ્વસ્થ રાખે છે. માટલાનું પાણી પીવાથી વારંવાર તરસ નથી લાગતી. આ પાણી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય રાખે છે. માટલાનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ પણ બહાર નીકળે છે.

એક નવી શોધ, અલ્કલાઈન વોટર જગ

અમૃત માટી ઈન્ડિયા ટ્રસ્ટે રાજસ્થાનના વિવિધ ભાગમાંથી માટી જમા કરીને અલ્કલાઈન વોટર જગ તૈયાર કર્યા છે જેને IIT રૂડકી દ્વારા પણ સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે. આ જગ પાણીમાંથી પ્રદૂષણ અને ફ્લોરાઈડની સમસ્યા દૂર કરે છે અને પાણીની ગુણવત્તા પણ વધારે છે. અંજની કિરોડીવાલના અનુસાર, આ જગમાં લો પીએચ લેવલનું પાણી નાખતા જ અલ્કલાઈન વોટરમાં બદલાઈ જાય છે અને અલ્કલાઈન વોટર વ્યક્તિના શરીર માટે સૌથી સારું માનવામાં આવે છે.
પ્રોફેસર અચ્યુતના અનુસાર, માટલું બે વર્ષ જૂનું ન હોવું જોઈએ. માટલું ચીકણું ન હોવું જોઈએ. તેના પર કોઈ પ્રકારની પોલિશ ન હોવી જોઈએ.

માટલાનું પાણી ક્યારે ન પીવું જોઈએ?

માટલાનું પાણી કોઈપણ સિઝનમાં પી શકાય છે. આ પાણીને પીવાથી કોઈ નુકસાન નથી થતું. જ્યારે ફ્રિજ આ દુનિયામાં નહોતું ત્યારે પણ લોકો માટલાનું પાણી જ પીતા હતા અને તેના કોઈ નુકસાન પણ નથી. ઉદાહરણ આપતાં અંજની સમજાવે છે કે કૂવાનું પાણી ક્યારેય ખરાબ નથી થતું કારણ કે એ પાણીમાં મિનરલ્સ હોય છે, તેવી જ રીતે માટલાનું પાણી ક્યારેય ખરાબ નથી થતું અને તે સ્વાસ્થ્ય માટે દરેક સિઝનમાં ફાયદાકારક હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular