વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુટીઓના ચીફ એનગોઝી ઓકોન્જોએ કહ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાધ્ય ચીજોના ભાવમાં જે વધારો થઇ રહ્યો છે તેનાથી ભૂખમરો વધશે અને તેનો સૌથી વધુ ભોગ ગરીબ દેશોના નાગરિકો બનશે. ડબલ્યુટીઓના ચીફે કહ્યું હતું કે મને લાગી રહ્યું છે કે આપણે અત્યંત ગંભીર સ્થિતિનો સામનો કરી શકીએ છીએ. યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વિશ્વના અન્ય દેશો પર પણ અસર જોવા મળી શકે છે. હાલ મોટા ભાગના દેશોમાં યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે પણ મોંઘવારી વધી ગઇ છે અને ખાધ્ય ચીજોનો ભાવ આસમાને પહોંચ્યો છે. ડબલ્યુટીઓના અધ્યક્ષનું માનવું છે કે આ યુદ્ધને કારણે સૌથી ખરાબ સ્થિતિ એવા દેશોની છે કે જ્યાંની જનતા સૌથી વધુ ગરીબી નીચે જીવી રહી છે. ગરીબ દેશોમાં મોંઘવારીને કારણે એક પ્રકારની કટોકટીની સ્થિતિ પેદા થઇ શકે છે. સાથે એવી ચેતવણી પણ આપી છે કે આગામી દિવસોમાં જો યુદ્ધની સ્થિતિ જારી રહેશે તો મોંઘવારી હજુ પણ વધી શકે છે. યુક્રેનમાં ઘઉનું ઉત્પાદન વધુ થાય છે અને તેની નિકાસ પણ અન્ય દેશોમાં યુક્રેન કરતુ આવ્યું છે. ડબલ્યુટીઓના વડાએ કહ્યું હતું કે યુક્રેન વિશ્વમાં સૌથી વધુ ઘઉની નિકાસ કરનારો દેશ છે તેથી સ્વાભાવીક છે કે ભૂખમરો વધી શકે છે.