Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિયેતનામ એસેમ્બલી ચેરમેનને સત્કારતાં સાંસદ પૂનમબેન

વિયેતનામ એસેમ્બલી ચેરમેનને સત્કારતાં સાંસદ પૂનમબેન

ઇન્ડોવિયેતનામના રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી નિમિત્તે હાઇલેવલ પાર્લિયામેન્ટરી ડેલિગેશન ભારતની મુલાકાત

- Advertisement -

વર્ષ 2022માં ઈન્ડો-વિયેતનામ રાજદ્વારી સબંધોના નિર્માણના 50 વર્ષની વર્ષગાંઠની ઉજવણી તથા 2021માં ભારત વિયેતનામ વ્યાપક વ્યુહાત્મક ભાગીદારીની પાંચમી વર્ષગાંઠ નિમીતે ઉપરાષ્ટ્રપતિ વૈકયાનાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બીરલાના આમંત્રણને માન આપી નવીદિલ્હી ખાતે પધારેલ વિયેતનામ એસેમ્બલી ચેરમેન વુઓગ દિન્ડ હુએ અને તેઓ સાથે પધારેલ હાઈ લેવલ પાર્લીયામેન્ટરી ડેલીગેશનનું હાલાર-જામનગર સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

નવી દિલ્હી અને હનોઈ વચ્ચે ઉષ્માભર્યા રાજદ્રારી સબંધો વધુ મજબુત બને તેમજ બન્ને દેશો વચ્ચે વધતી ભાગીદારીના ઉપલક્ષમાં ગત ડીસેમ્બર-2020 માસમાં વર્ચ્યુઅલ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિયેતનામએ ભારતની એકટ ઈસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ આધાર સ્તંભ અને ઈન્ડોપેસીફીક વિઝનના મહત્વપૂર્ણ ભાગીદાર હોવાનું જણાવી તે પ્રસંગ અંગે ક્લાયમેટ ચેન્જ, આતંકવાદ, સાગર સુરક્ષા, શાંતી, વિકાસના વિષયો ઉપર બન્ને દેશો વચ્ચે સહકાર અને સહયોગ મળી રહે. લોકોને મઘ્યમાં રાખીને બન્ને દેશો વચ્ચેના સબંધો વધુ મજબુત બને તે માટે વિચારો અને નિતીઓના આદાન-પ્રદાન, સરંક્ષણ અને ઉર્જા સહિતના ક્ષેત્રોએ કરારપર હસ્તાક્ષર થયા હતા. વિકાસશીલ દેશો શાંતી સાથે વિકાસના પથ ઉપર આગળ વધે તે માટે વિચારોની આપ-લે પરાર્મશ કરી બન્ને દેશોનો સાર્વત્રીક વિકાસ થાય તે હેતુ લક્ષી આ ડેલીગેશન 19 ડીસેમ્બર-2021 સુધી ભારતના મહેમાન બન્યા છે તે પ્રસંગે હાલાર સાંસદ પૂનમબેન માડમએ મહેમાનોને આતિથ્ય ભાવ સાથે સત્કારી આ મુલાકાત સફળ રહે તેવી લાગણી વ્યકત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular