Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભાજપના સ્ટાર પ્રચારકોમાં પૂનમબેન માડમનો સમાવેશ

ભાજપના સ્ટાર પ્રચારકોમાં પૂનમબેન માડમનો સમાવેશ

મોદી, શાહ, નડ્ડા, ગડકરી જેવા નેતાઓ સાથે પૂનમબેનનો સમાવેશ જામનગર માટે ગૌરવ

- Advertisement -

ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રિય તેમજ રાજયસ્તરના વિવિધ મુદાઓની ઉંડી સમજણ અને આગવી વાકછટા ધરાવતા હોવાને કારણે પૂનમબેન માડમનો સ્ટાર પ્રચારક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમ્યાન તેઓ રાજયની જુદી-જુદી બેઠકો પર પક્ષની સૂચના અનુસાર પ્રચાર માટે જશે અને ભાજપાને જીતાડવા માટેના પ્રયાસો કરશે. મોદી, શાહ, નડ્ડા,ગડકરી જેવા પ્રચારકો સાથે પૂનમબેનનો પણ સમાવેશ જામનગર માટે ગૌરવ સમા છે. કુંવરજીભાઈ બાવળીયાને સ્થાન અપાયું છે. આવું પ્રથમવાર નથી થયું. આ પહેલા ગૌરવયાત્રામાં પણ હાર્દિકના નામની બાદબાકી થઈ હતી. યાદીમાં સૌરાષ્ટ્રના નેતાઓને પણ સ્થાન મળ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પરસોત્તમભાઈ રૂપાલા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ, પ્રદેશ મંત્રી અને મોરબી – કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પરસોત્તમભાઈ સોલંકી અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટને સ્ટાર પ્રચારકમાં ભાજપે સ્થાન આપ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular