આજે શિતળા સાતમ નિમિત્તે જામનગર શહેરમાં બહેનો દ્વારા શિતળા માતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગઇકાલે ટાઢુ ભોજન બનાવ્યા બાદ આજે આખો દિવસ બહેનો દ્વારા ટાઢુ ભોજન આરોગી શિતળા સાતમનું વ્રત કરવામાં આવશે.
શિતળા સાતમના વ્રત નિમિત્તે જામનગર શહેરમાં નાગેશ્ર્વર ખાતે આવેલા શિતળા માતાના મંદિરે તેમજ ચાંદીબજાર નજીક આવેલા શિતળા માતાના મંદિરે મહિલાઓની સવારથી લાંબી લાઇનો લાગી હતી. શિતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધરી શ્રીફળ વધેરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.