Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીનું મતદાન શરૂ, 10 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું...

હાલારમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીનું મતદાન શરૂ, 10 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું જાણો વિગતવાર

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ તથા 231 તાલુકા પંચાયતની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો, તાલુકા પંચાયતની 112 બેઠકો, સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો, દ્વારકા જિલ્લા પંચાયતની 22 બેઠકો, ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો, દ્વારકા તાલુકા પંચાયતની કુલ 80 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.

- Advertisement -

જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરમાં જિલ્લા પંચાયતમાં સવારે 10 વાગ્યા સુધીમાં 11 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે પ્રથમ બે કલાકમાં સિક્કા નગરપાલિકામાં 7.51 ટકા તથા જામજોધપુર નગરપાલિકામાં 6.14 ટકા મતદાન નોંધાયું હતું.

દ્વારકા જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની વાત કરીએ તો દ્વારકા જિલ્લા પંચાયત માટે 8.72 ટકા, ખંભાળિયા તાલુકા પંચાયત માટે 8.44 ટકા , ભાણવડ તાલુકા પંચાયત માટે 8.30 ટકા દ્વારકા તાલુકા પંચાયત માટે 5.68 ટકા કલ્યાણપુર તાલુકા પંચાયત માટે 10.10 ટકા ખંભાળિયા નગરપાલિકા માટે 6.35 ટકા તથા જામરાવલ નગરપાલિકા માટે 8.81 ટકા મતદાન નોંધાયું હતું.

- Advertisement -

જામનગર જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં લોકોની લાઇનો લાગી હતી. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે ઢંઢા ગામે મતદાન કર્યું હતું. આ ઉપરાંત જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાએ સુર્યપરા ગામે મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. વિભાપર, ગોરધનપર, નાઘેડી, ફલ્લા, અલીયા સહિતના ગામોમાં લોકો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. અને મતદાન કરી પોતાની ફરજ નીભાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular