જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર સવારે આઠ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂકયો છે.
શહેરના મતદારોમાં મતદાનને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્હેલી સવારથી મતદાન મથકોએ લાંબી લાઇનો લાગી હતી ત્યારે જામનગર શહેરમાં 78-ઉત્તર વિધાનસભા વિસ્તારમાં આવતાં પાર્ક કોલોની રેસિડેન્ટ ગ્રુપના 50થી વધુ લોકો મતદાન માટે સિમંધર હાઇટસ ખાતે એકઠા થયા હતાં અને લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન કરી મતાધિકારની ફરજ નિભાવી હતી. અશોકભાઇ વસિયર, રાહુલભાઇ મોદી, જીતભાઇ માડમ, વિપુલભાઇ કોટક, પારસભાઇ મોદી, મૌનિશભાઇ મહેતા, રાજુભાઇ ભરદીયા સહિતના અગ્રણીઓ તેમજ રહેવાસીઓ દ્વારા મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી.


