Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયમધ્યપ્રદેશ-છત્તીસગઢનું રાજ્કીય ભાવિ સિલ

મધ્યપ્રદેશ-છત્તીસગઢનું રાજ્કીય ભાવિ સિલ

એમપીની 230 બેઠકો માટે 71 ટકા મતદાન, છત્તીસગઢમાં 68 ટકા મત પડયા : ચૂંટણી હિંસામાં બે નાં મોત: ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અનેક સ્થળોએ સર્જાઇ બબાલ : 3 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

- Advertisement -

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે શુક્રવારે મધ્ય પ્રદેશમાં તમામ 230 બેઠકો પર જ્યારે છત્તીસગઢમાં બીજા તબક્કામાં 70 બેઠકો પર મતદાન થયું હતું. બંને રાજ્યોમાં શુક્રવારે મતદાન લોહિયાળ બન્યું હતું. છત્તીસગઢમાં નક્સલીઓએ બે સ્થળો પર આઈઈડી વિસ્ફોટ કર્યા હતા અને એક જગ્યા પર પોલીંગ ટીમ પર હુમલો કરતાં આઈટીબીપીના એક જવાનનું મોત નીપજ્યું હતું. મધ્ય પ્રદેશમાં ઈન્દોર અને મુરૈનામાં કેટલીક જગ્યાએ પથ્થરમારો, ગોળીબાર અને તલવારથી હુમલા થયા હતા. આ હિંસામાં એક મુસ્લિમ કોર્પોરેટરનું મોત થયું હતું. મધ્ય પ્રદેશમાં 71 ટકા જ્યારે છત્તીસગઢમાં 68 ટકા મતદાન થયું હતું. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. હવે રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન બાકી છે.

- Advertisement -

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં શુક્રવારે તમામ 200 સીટો ઉપર મતદાન થયું હતું. જોકે, આ મતદાનમાં અનેક સ્થળો પર હિંસા ફાટી નીકળી હતી. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કમલનાથ સહિત કુલ 2,533 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. ઈન્દોર અને મુરૈનામાં અનેક સ્થળોએ પથ્થરમારો થયો હતો જ્યારે કેટલાક સ્થળોએ તલવારોથી હુમલો થયો હતો. કેટલીક જગ્યાએ ખાનગી ગોળીબારો પણ થયા.

છતરપુર જીલ્લાના રાજનગર વિધાનસભા ક્ષેત્રમાં વહેલી સવારે ત્રણ વાગે બે રાજકીય જુથો સામ-સામે આવી ગયા હતા. જેમાં ખજુરાહો ક્ષેત્રમાં તોફાનોમાં એક મુસ્લીમ કોર્પોરેટર સલમાનખાનની હત્યા થઈ ગઈ હતી. એસ.પી. અમિત સાંઘવીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેમની ઉપર મોટર ચલાવતા તેમનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

- Advertisement -

છત્તીસગઢમાં બીજા તબક્કામાં 70 બેઠકોમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહદેવ, રાજ્યના આઠ મંત્રીઓ અને ચાર સાંસદોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. ગરિયાબંદ જિલ્લાના નક્સલગ્રસ્ત બિંદ્રાનવાગઢ વિધાનસભા ક્ષેત્રના નવ મતદાન કેન્દ્રો પર બપોરે 3.00 વાગ્યે જ મતદાન પૂર્ણ થઈ ગયું હતું. અહીં 91 ટકા મતદાન થયું હતું જ્યારે છત્તીસગઢમાં સાંજે 5.00 વાગ્યા સુધીમાં 67.34 ટકા મતદાન થયું હતું. નક્સલીઓએ ધમતરીના સિહાવા વિધાનસભા ક્ષેત્રમાં બે અલગ અલગ જગ્યાએ ઓછી તિવ્રતાના બોમ્બ વિસ્ફોટ કરતાં ચૂંટણી બહિષ્કારની ધમકી આપી હતી. જોકે, ચૂંટણી પંચે પર્યાપ્ત સુરક્ષા દળો સાથે સીઆરપીએફની બટાલિયન તૈનાત કરી રાખી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular