Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 27 ફેબ્રુઆરીએ પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાશે

જામનગરમાં 27 ફેબ્રુઆરીએ પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાશે

કમિશ્નરના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સ મીટીંગ યોજાઇ

- Advertisement -

પોલીયો જેવા મહાભયંકર રોગને કાયમ માટે નાબુદ કરવા સમગ્ર દેશમાં છેલ્લાં ઘણાં વર્ષાથી પલ્સ પોલીયો અભિયાન હાથ ધરવામાં આવી રહયુ છે. સમગ્ર દેશ ધ્વારા સ્વીકારવામાં આવેલ આ કાર્યકમને ખુબ સારી સફળતા પ્રાપ્ત થઈ છે અને મહત્વની વાત એ છે કે દેશમાં વર્ષોથી એક પણ પોલીયોનો નવો કેસ નોંધાયો નથી. અંતિમ કેસ તા.13 જાન્યુઆરી-2011 ના રોજ નોંધાયો હતો. આ બાબત અત્યંત ઉત્સાહજનક છે અને હવે પછીના પોલીયોના રાઉન્ડમાં જો આજ રીતે જાહેર જનતાનો સહકાર મળશે તેની આરોગ્ય વિભાગને ખાત્રી છે.

- Advertisement -

તા.27 ફેબ્રુઆરીના રોજ શહેરમાં સઘન પલ્સ પોલિયો રસીકરણનો રાઉન્ડ યોજાવા જઈ રહયો છે અને આ અન્વયે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર યુધ્ધના ધોરણે કામે લાગી ગયું છે અને પ્રચાર-પ્રસાર, બુથ વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન વગેરે કામગીરીઓ અંગે યુધ્ધનાં ધોરણે તડામાર તૈયારીઓ થઈ રહી છે જે પૂર્ણતાના આરે છે. આ વખતે પણ ગત રાઉન્ડની જેમ જામનગર શહેરના 84,000 જેટલાં 0 થી પ વર્ષ સુધીનાં બાળકોને લગભગ 411 બુથ, 9 ટ્રાન્ઝીટ બુથ તથા મોબાઈલ બુથ 52 પોલિયો રસીના ટીપાં પીવડાવવામાં આવશે.

આ કાર્યક્રમ હંમેશ મુજબ આંગણવાડી કાર્યકરો, હેલ્પરો, આશા બહેનો, નર્સીંગ સ્કુલના સ્ટુડન્સ તથા વિસ્તારોમાંથી આવનારા સ્વયંસેવકો વિગેરે ધ્વારા હાથ ધરવામાં આવશે.

- Advertisement -

જામનગર શહેરના મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા તથા વિરોધપક્ષ નેતા આનંદભાઈ રાઠોડ એ જામનગરની જાહેર જનતાને ભારપૂર્વક અનુરોધ કર્યો છે કે, તા.27ના રોજ પૂર્વ નિયોજીત બુથો ઉપર પોતાનાં પ વર્ષ સુધીનાં બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવા અવશ્ય લઈ જાય અને શહેરમાં પોલિયો પ્રવેશી ન શકે તે માટે મજબુત ગઢ રચવામાં સહભાગી થાય.

આ કાર્યક્રમને સફળતા પુર્વક પરીપૂર્ણ કરવા સારૂ આરોગ્ય શાખા, તમામ નર્સિંગ કોલેજ સાથે, શિક્ષણ વિભાગ સાથે તથા સ્થાનિક સંસ્થાઓ સાથે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને તા. 22 ફેબ્રુઆરીના રોજ ટાસ્ક ફોર્સ મિટીંગ યોજવામાં આવી હતી અને જાહેર જનતાને ખાસ અનુરોધ કર્યો છે કે, શહેરનું એક પણ પાંચ વર્ષથી નાનું બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તે માટે સહકાર આપે તથા પોતાના પાંચ વર્ષથી નાના તમામ બાળકોને રવિવારે નજીકના પોલિયો બૂથ પર પોલિયોના ટીપાં પીવડાવવા અચુક લઈ આવે અને આગામી પોલિયો રાઉન્ડમાં 100 % તમામ બાળકોને બુથ પર ટીપાં પીવરાવાય તેવી જામનગર શહેરની જાહેર જનતાને નમ્ર અપીલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular