Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયામાં 2002 માં 200 ની લાંચ લેતા ઝડપાયેલા પોલીસકર્મીને બે વર્ષની સજા

ખંભાળિયામાં 2002 માં 200 ની લાંચ લેતા ઝડપાયેલા પોલીસકર્મીને બે વર્ષની સજા

અરજી ફાઈલ કરવા માંગેલી લાંચ બાદ એ.સી.બી. દ્વારા પોલીસ કર્મીને રંગે હાથ ઝડપી લેવાયા હતા

- Advertisement -

ખંભાળિયા પોલીસ મથકમાં વર્ષ 2002માં ફરજ બજાવતા એક હેડ કોસ્ટેબલ દ્વારા અરજી ફાઈલે કરવા માટે રૂપિયા બે હજારની માંગણી કર્યા બાદ નક્કી થયા મુજબ રૂપિયા 200ની લાંચ લેતા એ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આબાદ રીતે ઝડપાઇ ગયેલા હાલ નિવૃત્ત એવા આ પોલીસ કર્મચારીને ખંભાળિયાની અદાલતે બે વર્ષની કેદ તથા રોકડ રકમના દંડનો હુકમ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં અગાઉ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિરૂભા પોપટભાઈ જાડેજા નામના પોલીસ કર્મચારી દ્વારા એક વ્યક્તિની અરજી ફાઈલે કરવા બદલ તેની પાસેથી બે હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. રક્ઝકના અંતે આ સોદો રૂપિયા 1,000 માં નક્કી થયો હતો. જે પૈકી ફરિયાદીએ રૂપિયા 800 ચૂકવી દીધા હતા. બાદમાં કરવામાં આવતી રૂપિયા 200 ની ઉઘરાણી સંદર્ભે ફરિયાદી અરજદાર દ્વારા એ.સી.બી.ને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે તા. 5-9-2002ના રોજ એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં પોલીસ કર્મચારી નીરૂભા આબાદ ઝડપાઈ ગયા હતા. આ અંગે જામનગર ખંભાળિયા પોલીસ મથકમાં વર્ષ 2002માં ફરજ બજાવતા એક હેડ કોસ્ટેબલ દ્વારા અરજી ફાઈલે કરવા માટે રૂપિયા બે હજારની માંગણી કર્યા બાદ નક્કી થયા મુજબ રૂપિયા 200ની લાંચ લેતા એ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આબાદ રીતે ઝડપાઇ ગયેલા હાલ નિવૃત્ત એવા આ પોલીસ કર્મચારીને ખંભાળિયાની અદાલતે બે વર્ષની કેદ તથા રોકડ રકમના દંડનો હુકમ કર્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં અગાઉ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિરૂભા પોપટભાઈ જાડેજા નામના પોલીસ કર્મચારી દ્વારા એક વ્યક્તિની અરજી ફાઈલે કરવા બદલ તેની પાસેથી બે હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. રક્ઝકના અંતે આ સોદો રૂપિયા 1,000 માં નક્કી થયો હતો. જે પૈકી ફરિયાદીએ રૂપિયા 800 ચૂકવી દીધા હતા. બાદમાં કરવામાં આવતી રૂપિયા 200 ની ઉઘરાણી સંદર્ભે ફરિયાદી અરજદાર દ્વારા એ.સી.બી.ને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે તા. 5-9-2002ના રોજ એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં પોલીસ કર્મચારી નીરૂભા આબાદ ઝડપાઈ ગયા હતા.

આ અંગે જામનગર એસીબી પોલીસ મથકમાં પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયા બાદ તેની સામે ખંભાળિયાની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગેનો કેસ ખંભાળિયાની સેસન્સ અદાલતમાં ચાલી જતા અહીંના સરકારી વકીલ લખાભાઈ ચાવડાની દલીલોને ગ્રાહ્ય રાખી, મેજિસ્ટ્રેટ દ્વારા હાલ નિવૃત્ત એવા તત્કાલીન પોલીસ કર્મચારી નિરૂભા પોપટભાઈ જાડેજાને તકસીરવાન ઠેરવી, બે વર્ષની સાદી કેદ તથા કુલ રૂપિયા સાત હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular