જામનગર તાલુકાના દરેડ ગામમાં દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી દુકાનમાંથી પોલીસે નશાકારક 165 બોટલ કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી તેમજ અન્ય એક દુકાનમાંથી પોલીસે 38 બોટલ કબ્જે કરી સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડમાં આવેલ જીઆઈડીસી ફેસ-3 વિસ્તારમાં આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાંથી પંચકોશી બી ડીવીઝન પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.24,750 ની કિંમતની 165 બોટલ શંકાસ્પદ નશાકરાક બોટલ મળી આવતા પોલીસે મુકેશ હરેશ દામા વિરૂધ્ધ ગુનો નોંધી બોટલો કબ્જે કરી હતી. તેમજ હિંગળાજ કોમ્પલેક્ષમાં આવેલા 22 નંબરના ગોડાઉનમાંથી પણ પોલીસે તલાસી લેતા રૂા.5700 ની કિંમતની વધુ 38 બોટલ મળી આવતા પોલીસે રૂા. 30750 ની કિંમતની 203 બોટલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.