જામનગર શહેરમાં પોલીસે ત્રણ સ્થળોએ દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ પર દરોડા પાડી બે મહિલા સહિત કુલ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નાગેશ્ર્વર હુશેની ચોકના છેડે રહેતા વિમલ ઉર્ફે વિમલો રમેશ ડોણાસિયાના ઘરની પાછળ જાહેરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન સ્થળ પરથી રૂા.800 ની કિંમતનો 40 લીટર દેશી દારૂ, રૂા.1400 ની કિંમતનો 700 લીટર કાચો આથો તથા રૂા.4700 ની કિંમતના દેશી દારૂની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા.6900 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં આરોપી વિમલ ઉર્ફે વિમલો રમેશ ડોણાસિયા તથા ચંદ્રેશ ઉર્ફે ઘુઘો રમેશ ઢાપા હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં બાવરી વાસમાં રહેતી મહિલાના મકાનમાંથી રૂા. 100 ની કિંમતનો પાંચ લીટર દેશી દારૂ, 80 રૂપિયાનો 40 લીટર કાચો આથો, રૂા.60 નો 30 લીટર ગરમઆથો તથા રૂા.270 ની કિંમતના ભઠઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા.510 ના મુદ્દામાલ કબ્જે કર્યા હતાં. તેમજ આ જ વિસ્તારમાં અન્ય એક મહિલાના ઝૂંપડામાંથી 4 લીટર દેશી દારૂ તેમજ કાચો આથો તથા ભઠ્ઠી સહિત કુલ રૂા.400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


