પ્રથમ દરોડો, જામનગર શહેરના હનુમાન ટેકરી સોનલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કમલેશ કારીયા, ધારોભાઈ ભારમલ રૂડાચ, પરબત જેઠા ભાન, માલદે રણમલ ધારાણી, ગોવા રામ કાંબરીયા, જોધા વિક્રમસિંહ લગારીયા સહિતના છ શખ્સોને રૂા.18480 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના શંકરટેકરી રામનગર ચારણનેશમાં જાહેરમાં જૂગાર રમતા હિરા રાણા ઘોડા, ધર્મેન્દ્રસિંહ કારુભા જાડેજા, ભરતસિંહ જયુભા જાડેજા નામના ત્રણ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.17390 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગરમાં શ્યામનગરમાં તીનપતિનો જૂગાર રમતા જિજ્ઞેશ મીલન પરમાર, ભીખુભા ગુલાબસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ નટુભા ચુડાસમા, શ્યામ ભરત ભોજપ સહિતના ચાર શખ્સોને રૂા.14,850 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
ચોથો દરોડો, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાંથી તીનપતિનો જૂગાર રમતા નરેન્દ્રસિંહ ઉર્ફે ભુરો પ્રવિણસિંહ જાડેજા, જયપાલસિંહ મનુભા જાડેજા, રામદેવસિંહ કરણુભા જાડેજા, લખધીરસિંહ દિલુભા જાડેજા, પ્રવિણસિંહ લાલુભા જાડેજા નામના પાંચ શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.10400 ની રોકડ રકમ અને ગંજીપના તથા રૂા.20000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.30500 ના મુદદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, જામનગર શહેરના રાજપાર્ક રંગમતિ ચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની પો.કો. જયદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફે રેેઈડ દરમિયાન 8 મહિલા અને અબ્દુલ હારુન બ્લોચ સહિત નવ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.15100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
છઠો દરોડો, જામનગર શહેરના ત્રણ બતી વિસ્તારમાં જાહેરમાં વર્લીના આંકડા પર જૂગાર રમતા અસલમ ઉમર દરજાદા નામના શખ્સને રૂા.10900 ની રોકડ રકમ અને રૂા.5000 નો મોબાઇલ મળી કુલ રૂા.15900 ના મુદ્દામાલ સાથે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ નાશી ગયેલા આશીફ સતાર દરજાદાની શોધખોળ આરંભી હતી.
સાતમો દરોડો, જામજોધપુરના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રવિ ધીરુ ઝીંઝુવાડિયા, સાગર દિનેશ કુડેચા, ભુપત ગોવિંદ સરવૈયા, જેન્તી મગન ઝીંઝુવાડિયા, અનિલ કિશોર કુડેચા સહિતના પાંચ શખ્સોને રૂા.2120 ની રોકડ રકમ અને રૂા.8000 ની કિંમતના મોબાઇલ ફોન મળી કુલ રૂા.10120 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આઠમો દરોડો, જામજોધપુર તાલુકાના વાલાસણ થી ધ્રાફા જવાના માર્ગ પર આવેલી બોરીયાનેશમાં તીનપતિનો જૂગાર રમતા રૂડા લાખા ભારાઈ, દિપક ઉર્ફે જંગલ નાથા ભારાઇ, રાહુલ રૂડા ભારાઇ, રાજુ ભયલાલ સોલંકી સહિતના ચાર શખ્સોને રૂા.4020 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા કિશાભાઈ ગોવા ભારાઇ, સરમણ કાના ભારાઇ નામના બ શખ્સોની શોધખોળ આરંભી છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નવમો દરોડો, જામનગર શહેરના ભીમવાસમાંથી તીનપતિ રમતા જયસુખ બુધા વાઘેલા, અજય સવજી વાઘેલા નામના બે શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.2990 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. રેઈડ પૂર્વે મહેન્દ્ર સોલંકી, સુનિલ ચૌહાણ, સાગર જાદવ, પ્રકાશ વાઘેલા નામના ચાર શખ્સો નાશી ગયા હતાં.