જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને રૂા.12,130 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના નાગનાથ નાકા વિસ્તારમાંથી જૂગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.10,550 ની રોકડ અને ઘોડીપાસા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં એસ.ટી.ડેપો નજીકથી બે શખ્સોને એકી-બેકીનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પી.એન.ટી. કોલોનીના છેડે રાધા કૃષ્ણ મંદિર પછી રાંદલનગર વિસ્તારમાં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન યશપાલસિંહ વનરાજસિંહ જાડેજા અને ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોને રૂા.12,130 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં નાગનાથ પાકા મેઘવાર વાસ ચોક વિસ્તારમાં ઘોડીપાસાના પાસા વડે જૂગાર રમી પૈસાની હારજીત કરાતી હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે દરોડોદરમિયાન ઉમર હાજી ખફી અને દેવરાજ રાજા પરમાર નામના બે શખ્સોને દબોચી લઇ રૂા.10550 ની રોકડ તથા ઘોડીપાસા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં એસટી ડેપો સામે શકિતરાજ હોટલની બાજુમાં જાહેરમાં ભારતીય ચલણી નોટો વડે એકી બેકીનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે આશિષ હસમુખ ફફલ, ભાવિન જગદીશ પમનાણી નામના બે શખ્સોને રૂા.2700 ની રોકડ સાથે આંતરી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.