Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં છ જૂગારસ્થળે પોલીસ ત્રાટકી

જામનગર શહેરમાં છ જૂગારસ્થળે પોલીસ ત્રાટકી

શ્રાવણી જૂગાર રમતા ખેલંદાઓ પર પોલીસની ધોંસ : 21 શખ્સોને પોલીસે જૂગાર રમતા પકડી પાડયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરનાં સરદારનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળેથી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નિદ્રેશ હેભાભાઈ ગાગલિયા, કિશોર મોહન ગોરસીયા અને ચાર મહિલા સહિત છ શખ્સોને રૂા.46,800 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા હસન ઉર્ફે મોસલો હમીદ કુરેશી નામના શખ્સને ઝડપી લઇ રૂા.16250 રોકડા તથા રૂા.5000 નો મોબાઇલ મળી કુલ રૂા.21250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલ નરેન્દ્ર કાનાણી સામે ગુનો નોંધી તેની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના સેન્ટ્રલ બેંક પાસે જાહેર રોડ પર ચલણી નોટો પર એકી બેકીનાં આંકડામાં જૂગાર રમતા આસીફ મુસા જીંદાણી, બીમલ લક્ષ્મીકાંત બદામીયા નામના બે શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.11250 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતા સ્થળેથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મુકેશ લખમણ રાઠોડ, કાંતિ ખીમા ઉસેતીયા, કિશોર રણછોડ સદાદીયા, ઈન્દ્રજીતસિંહ ઉર્ફે જીણકો બટુકસિંહ રાયજાદા, રમેશ ખીમા કુહુસેટીયા નામના પાંચ શખ્સોને રૂા.15600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો, જામનગરના ગોકુલનગર પાણાખાણ શેરી નં.05 માંથી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જુગાર રમતા જેન્તી ડાયા રાઠોડ, ચના દેવશી ગધુકીયા, અરવિંદ કરણા ચાવડા, વિજય ભગવાનજી રાઠોડ નામના ચાર શખ્સોને રૂા.4140 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

છઠો દરોડો, જામનગરના ગોકુલનગર પાણાખાણા શેરી નં.07 માંથી જાહેરમાં તીનપતિનો જૂગા રમતા ગજેન્દ્રકુમાર શ્રીનંદ રામ, ગુલાબચંદ રામનાથ પંડિત, રણજીત શ્રીબીરજુ રાજભર નામના ત્રણ શખ્સોને રૂા.2800ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular