જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, કાલાવડ ગામમાં કુંભનાથપરા વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા પ્રવિણ પરબત મકવાણા, કિરીટ અમુ બગથરીયા, ભરત બાબુ માંગરોળીયા, પરબત છગન સોઢા, વિશાલ ભીખુ બોરીયાણા, અશ્ર્વિન જીવા કનેજા, મથુર પરબત મકવાણા નામના સાત શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,040 ની રોકડ રકમ અને રૂા.26,000 ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.36,040ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર તાલુકાના નારણપર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ભાવેશ ધીરુ ગંઢા, સુશિલ મહેશચાંદ્રા, કલ્પેશ કાંતિ ચાન્દ્રા, આશિષ દુર્લભજી ચાન્દ્રા, વિવેક મહેશ ચાન્દ્રા નામના પાંચ શખ્સોને રૂા.15200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં અને યશ કાંતિ નંદા, રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફેૈ રાજેન્દ્ર ભરત ગોહિલ, મિલન ધનસુખ ચાંન્દ્રા, રાકેશ અશોક ભદ્રા નામના નાશી ગયેલા ચાર સહિતના નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પરથી જૂગાર રમતા જિતેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, વનરાજસિંહ તોગાજી જાડેજા, જયદીપસિંહ નાથુભા રાઠોડ, રમેશ નાથા ડગરા, રાજુ વાલા પરમાર સહિતના પાંચ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11370 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. તેમજ બીજા દરોડામાં દરેડ મસીતિયા રોડ પરથી પ્રવિણ નાથા વાળા, મનોજ જમન મુછડિયા, નવાઝ ગુલમામદ નથુપોત્રા, વિરાજ બાલુ શિંગરખીયા, બાલુ હાજા શિંગરખીયા નામના પાંચ શખ્સોને રૂા.10220 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર જિલ્લાના મોટી બાણુંગાર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા મયુર અઠા માઠીયા, ભીખા ટીડા બાંભવા, રવિ પુંજા માઠીયા, હિતેશ રમેશ વાઘેલા, રાજેશ બાંભવા, હિતેશ મકવાણા સહિતના છ શખ્સોને પંચ એ પોલીસ સ્ટાફે રૂા.3120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાંથી જૂગાર રમતા ઘેલા મેલુ ધ્રાંગિયા, ભરત ભુરા સરસીયા, અમરા પાલા વકાતર અને નાજા મેલુ ધ્રાંગિયા નામના ચાર શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રૂા.7850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
છઠો દરોડો, લાલપુર ગામમાંથી જૂગાર રમતા વિજય પ્રેમજી મુછડિયા, પ્રદીપ લાલજી ગેડીયા, ધર્મેશ પ્રવિણ મુછડિયા અને સાત મહિલા સહિત 10 શખ્સોને ઝડપી લઈ રૂા.3790 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી કર્યા હતાં.
સાતમો દરોડો, જામજોધપુર શહેરના શાંતિનગરમાંથી તીનપતિ રમતા બસીર ઉર્ફે અપલો દાઢી સમાને રૂા.1200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા અસલમ ઉર્ફે અચો કટારીયા, મનિષ મકવાણા અને પ્રકાશ ઉર્ફે પકો મુળજીભાઈ અને ચનીભાઈ પટેલ સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.