જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા ગેલેકસી પાર્કમાં એપાર્ટમેન્ટના ફલેટમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન સાત શખ્સોને રૂા.15,300 ની રોકડ રકમ અને બાઈક તથા મોબાઇલ સહિત કુલ રૂા.3.21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં જાહેરમાં જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.15,130 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા ગેલેકસી પાર્ક વિસ્તારમાં અમલદાર એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 202 માં રહેતો અલીઅસગર હુજેફા ધાબરીયા તેના ફલેટમાં બહારથી માણસો બોલાવી તીનપીતનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઇડ દરમિયાન અલીઅસગર ધાબરીયા, હુશેન સાજીદ લાકડાવાલા, હાતીમ ઈકબાલ અતરવાલા, ઈસ્માઇલ હમજા પારેખ, મુસ્તુફા હુશેન પથારી, અબ્બાસ મુર્તુઝા ગાંધી, બુરહાન મુર્તુઝા રંગવાલા નામના સાત શખ્સોને રેઈડ દરમિયાન રૂા.15,300 ની રોકડ રકમ અને રૂા.76,000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ તથા રૂા.2,30,000 ની કિંમતની પાંચ બાઈક સહિત કુલ રૂા.3,21,300 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં આવેલા મફતિયાપરા પાછળના ભાગમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મીત નિલેશ બદાણી, શહેજાદ સીરજ મોગલ, આરીફ અબ્દુલ કાજી નામના ત્રણ શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,710 ની રોકડ રકમ અને ગંજીપના તથા એક મોબાઇલ મળી કુલ રૂા.15,130 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.