Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી મહિલા સંચાલિત જૂગાર સ્થળે પોલીસનો દરોડો

જામનગરમાંથી મહિલા સંચાલિત જૂગાર સ્થળે પોલીસનો દરોડો

બે મહિલા અને સગીર સહિત પાંચ શખ્સ ઝબ્બે : 92,130 ની રોકડ રકમ અને મોબાઇલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં જકાતનાકા પાસે આવેલા સોહમનગરમાં રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળે સીટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન બે મહિલા અને એક સગીર સહિત પાંચ શખ્સોને રૂા.92130 ની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂા.1,12,130 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના રામેશ્ર્વરનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે રૂા.4600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના પ્રદર્શન મેદાનમાંથી એકી બેકીના આંકડા લખતા બે શખ્સોને રૂા.1050 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં જકાતનાકા પાસે આવેલા સોહમનગરમાં રહેતાં મહિલા દ્વારા તેણીના ઘરમાં બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક સહિત બે મહિલાઓ તથા વીજય દિલીપ રાઠોડ અને અજય રમેશ વાઘેલા તેમજ એક સગીર સહિત પાંચ શખ્સોને રૂા.92130 ની રોકડ રકમ અને ગંજીપના તથા રૂા.20000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.1,12,130 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના રામેશ્ર્વરનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગંગારામ તન્ના, કિરીટસિંહ ભીખુભા જાડેજા, નંદલાલ અને એક મહિલા સહિત ચાર શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.4600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં જાહેરમાં એકી બેકીનો જૂગાર રમતા હબીબ મહમદ સમા અને રવજી નારણ વાઘોણા નામના બે શખ્સોને રૂા.1050 ની રોકડ રકમ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular