કાલાવડના આંબેડકર નગરમાંથી જુગાર રમતા ત્રણ મહિલા સહિતના 6 શખ્સોને પોલીસે રૂા.11630ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી તીનપતી રમતા ત્રણ શખ્સોને રૂા.10090ની રોકડ રકમ સાથે સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સિકકા ગામમાંથી જુગાર રમતા ચાર શખ્સોને રૂા.3550ની રોકડ સાથે સિકકા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ ગામમાં રાજકોટ રોડ ઉપર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમતા સમદ રફીક માંડકીયા અને પ્રફુલ ઉગા સોદરવા, સાગર રમેશ શુકલ તથા ત્રણ મહિલા સહિત 6 શખ્સોને કાલાવડ પોલીસે રેઇડ દરમિયાન રૂા.11630ની રોકડ રકમ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટમાંથી તીનપતીનો જુગાર રમતા સ્થળે સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ દરમિયાન કેતન ઉર્ફે કેતુ વસંત ગોરી, મંજી ઉર્ફે મમુ મંગળદાસ કટારમલ, દિનેશ મંગલ માઉ નામના ત્રણ શખ્સોને રૂા.10090ની રોકડ રકમ અને ગંજીપતા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો જામનગર તાલુકાના સિકકા ગામમાંથી તીનપતીનો જુગાર રમતા સુલતાન આમીન ભોલીમ, હારૂન જુનુસ જેડા, એલીયાસ આદમ સંઘાર, ઉમર કાસમ કેરેજા નામના ચાર શખ્સોને સિકકા પોલીસે રેઇડ દરમિયાન રૂા.3550ની રોકડ રકમ અને ગંજીપતા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


