Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં સાત જુગાર સ્થળે પોલીસના દરોડા

જામનગર શહેર-જિલ્લામાં સાત જુગાર સ્થળે પોલીસના દરોડા

વામ્બે આવાસ પાસે એલસીબીનો દરોડો : રૂા. 1.59 લાખના મુદામાલ સાથે આઠ ખેલંદાઓ ઝડપાયા : સિક્કામાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝબ્બે

જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં વામ્બે આવાસ પાસે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની કિશોરભાઇ પરમાર, ક્રિપાલસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, અજયભાઇ વીરડાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

- Advertisement -

રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ સાજણ ઉર્ફે મુન્નો નાથા મુન, નવિન ઉર્ફે નીક્કી મેઘરાજ આહિજા, અશોક કેશુ માદિયા, કાંતિ નારણ મકવાણા, સુરેશ તેજા યાદવ, ગીગર ભોજા મકવાણા, ઇદરીશ બશીર ડોસાણી, સંદીપ કિશોર વાઘેલા નામના આઠ શખ્સોને રૂા. 88 હજારની રોકડ, રૂા. 50 હજારની કિંમતનું બાઇક તથા રૂા. 21 હજારની કિંમતના 6 નંગ મોબાઇલ મળી કુલ રૂા. 1,59,000ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામમાં દરગાહ નજીક તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હે.કો. જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ સોઢા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે. જે. ચાવડા, હે.કો. જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ સોઢા, મહેન્દ્રસિંહ સિંધવ, અર્જુનસિંહ જાડેજા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, કમલેશભાઇ કરથિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમિયાન અકબર ઓસમાણ ગંઢાર, અબ્દુલ સુલેમાન સુંભણિયા, કાસમ મુસા સુંભણિયા, મહેમૂદ જુનસ ચમડિયા, દીપસિંહ અમરસિંહ જેઠવા નામના પાંચ શખ્સને રૂા. 14,500ની રોકડ રકમ અને ગંજીપન્ના તથા રૂા. 90 હજારની કિંમતની બે બાઇક મળી કુલ રૂા. 1,04,500ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો લાલપુર તાલુકાના સણોસરી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં લાલા ધના ખવા, વિપુલ ગોગન ખોડભાયા, ભરત સવદાસ ખોડભાયા, જેન્તી ભીમજી મેરાણી, રમેશ ભીખાભાઇ ગર, મુકેશભાઇ હમીરભાઇ મકવાણા નામના સાત શખ્સને રૂા. 26,505ની રોકડ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધો હતો.

ચોથો દરોડો કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન પ્રફૂલ્લ પોપટ ભેડા, મનિષ નાનજી મોરી, નનકા મૈયા પરમાર નામના ચાર શખ્સને રૂા. 12,400ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો જામનગર શહેરમાં 45-દિ. પ્લોટ વિસ્તારમાં આવેલા ગણેશ વાસમાંથી સિકકા ઉછાળી કાટ-છાપનો જુગાર રમતાં આકાશ મહેશ વાઘેલા, હિરેન દુદા સાદિયા, ઉમર હાજી આમરોલિયા, દીપક વલ્લભ શ્રીમાળી નામના ચાર શખ્સને એલસીબીની ટીમએ રૂા. 6400ની રોકડ રકમ અને રૂા. 10,500ની કિંમતના 3 નંગ મોબાઇલ મળી કુલ રૂા. 16,902ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠો દરોડો લાલપુર તાલુકાના ચોરબેડી ગામના પાદરમાંથી તીનપતીનો જુગાર રમતા અલ્પેશ રાજશી વશરા, નરેન્દ્ર ઉર્ફે નગા રાજશી વશરા, કાસીમ સુલેમાન સમા, ખેંગાર નાથા આલ નામના ચાર શખ્સને લાલપુર પોલીસે રૂા. 7240ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાતમો દરોડો જામનગરના સરૂ સેકશન રોડ પર એમ. પી. શાહ ઉદ્યોગનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિજયસિંહ ભગવાનજી જાડેજા, હરપાલસિંહ રતનશી ચુડાસમા, ધ્રુવ બિપીનચંદ્ર ત્રિવેદી, તુષાર મનોક ડાભી, અજય શિવા ઇન્દરીયા નામના પાંચ શખ્સોને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 6520ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular