Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળે પોલીસનો દરોડો

જામનગરમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળે પોલીસનો દરોડો

27,200 ની રોકડ રકમ સાથે 9 મહિલા ઝડપાઈ: કાલાવડ નાકા બહારથી ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના શિવમપાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળેથી પોલીસે રેઈડ દરમિયાન નવ મહિલાઓને રૂા.27200 ની રોકડરકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.5400 ની રોકડ રકમ કબ્જે કરી હતી. જામનગરમાં મહેશ્ર્વરીનગર વિસ્તારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.10,500 ની રોકડ અને ઘોડીપાસા સાથે ઝડપી લીધા હતાં. સિક્કામાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.5340 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના શિવમપાર્ક વિસ્તારમાં ઓમકાર રેસી. ફલેટ નં.502 માં રહેતાં મહિલા દ્વારા તેણીના ઘરે બહારથી મહિલાઓને બોલાવી તીનપતિનો જુગાર રમાડતા હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ. જે. પરિયાણી તથા સ્ટાફે રેઇડ દરમિયાન 9 મહિલાઓને રૂા.27,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા મહેબુબ અબા રૂમી, ફૈઝલ હસન લાઈજી, મોહિન મજીત ફુલવાલા નામના ત્રણ શખ્સોને પોલીસે રૂા.5400 ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ નાશી ગયેલા કાદર ઉર્ફે છૂકછૂક, સબલો હાડો, સફીક મેમણ ઉર્ફે જલારામ, ફૈઝલ સમા નામના ચાર સહિતના સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસે આવેલા મહેશ્ર્વરીનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા રેઇડ કરતા ફિરોઝ ઉર્ફે કડો કાસમ કુરેશી, નુરમામદ ઉર્ફે મામુ ઓસમાણ બ્લોચ, દેવા રાણા મહીડા અને વિરા બાના ગડણ નામના ત્રણ શખ્સોને રૂા.10,500 ની રોકડ રકમ અને એક જોડી ઘોડીપાસા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો દરોડો, સિક્કામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતાયાસીન અલીભાઈ હુંદડા, ઇમરાન અબ્બાસ ખેડું, મુસ્તાક તાલબ હુંદડા, ઈબ્રાહીમ સાલેમામદ હુંદડા, હુશેન જુનશ મેપાણી, અકબર સાલેમામદ હુંદડા નામના છ શખ્સોને રૂા.5340 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ પૂર્વે હનીફ અલી સંઘાર તથા અસગર અબ્બાસ પાલાણીનામના બે શખ્સો નાશી ગયા હતાં. જેથી પોલીસે કુલ 8 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular