કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર ગોજીનેશ ગામના દરિયાકાંઠે બાવળની બાવળમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવા અંગેની બાતમી સ્થાનિક પોલીસને મળતા પોલીસ સ્ટાફે આ સ્થળે દરોડો પાડ્યો હતો.
ગોજીનેશ ગામના દરિયાકાંઠે બાવળના કાંટા હેઠળ રુક્ષ્મણીનગર ખાતે રહેતા રાયધરભા ભીમભા માણેક નામના 24 વર્ષના હિન્દુ વાઘેર યુવાન દ્વારા દેશી દારૂ ગાળવાની ચલાવતી ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી 46 લીટર દેશી દારૂ, 885 લીટર કાચો આથો, સ્ટીલની ટોપડી, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, તાંબાની નળી વિગેરે જેવા મુદ્દામાલ ઉપરાંત દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા રૂા. 32 હજારની કિંમતના હીરો મોટર સાયકલ તેમજ રૂા. 10 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી, કુલ રૂા. 49,790નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, રાયધરભા માણેકની અટકાયત કરી હતી.